– સુરતીઓએ
મતદાન કરવાનું નથી તેવી વાત ફેલાતા ચૂંટણી તંત્રને ટેન્શન
– સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના 15.24 લાખ, નવસારી બેઠકના 14.16 લાખ મતદારો મળી કુલ 29.40 લાખ લોકો મતદાન કરી શકશે
સુરત
સુરત
લોકસભાની ચૂંટણી હાઇવોલ્ટ્રેજ ડ્રામા બાદ બિનહરીફ થઇ ગઇ, પરંતુ સુરત જિલ્લામાં બારડોલી
લોકસભાના ૧૫.૨૪ અને નવસારી લોકસભાના ૧૪.૧૬ લાખ મતદારો આવ્યા હોવાથી આ બન્ને લોકસભાના
સુરત જિલ્લામાં રહેતા ૨૯.૪૦ લાખ મતદારો પોતાના મનગમતા ઉમેદવારને વોટ કરી શકશે. ફકત
સુરત બેઠકના જ ૧૭.૬૭ લાખ ઉમેદવારો મતાધિકારથી વંચિત રહેશે.
સુરત લોકસભાની
ચૂંટણી બિનહરીફ જાહેર થયા બાદ શહેરભરમાં એવી અફવાનું મૌજુ ફેલાયુ હતુ કે હવે શહેરીજનોએ
મતદાન કરવા જવાનુ નથી. દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં કુલ ૧૬ વિધાનસભાનો મત વિસ્તાર
આવ્યો છે. જેમાંથી સુરત બેઠકની ઓલપાડ,
પૂર્વ, ઉતર, વરાછા,
કરંજ, કતારગામ અને પશ્રિમ આ સાત વિધાનસભામાં આવતા
૧૭.૬૭ લાખ મતદારોએ મતદાન કરવાનું નથી. જયારે આ સિવાયના નવ વિધાનસભામાં સમાવિષ્ટ મતદારોએ
મતદાન કરવાનું છે. જેમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાના કુલ ૧૫.૨૪ લાખ
મતદારોએ બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારને મત આપવાનો રહેશે. આ સિવાય લિંબાયત,
ઉધના, મજુરા, ચોર્યાસી વિધાનસભાના
૧૪.૧૬ લાખ મતદારોએ નવસારી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું રહેશે.આમ નવસારી અને બારડોલી
લોકસભા માટે સુરત જિલ્લામાંથી ૨૯.૪૦ લાખ મતદારો પોતાના મનગમતા ઉમેદવારને વોટ આપી શકશે.
આમ સુરત
જિલ્લાની કુલ ૧૬ વિધાનસભા બેઠકના કુલ ૪૭.૦૮ લાખ મતદારોમાંથી સુરત બેઠકના ૧૭.૬૭ લાખ
મતદારોને બાદ કરતા બાકીન ૨૯.૪૦ લાખ મતદારો સાતમી મે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી
શકશે.
આ
વિધાનસભા વિસ્તારના મતદારો મતદાન કરી શકશે
બારડોલી
લોકસભા
વિધાનસભા કુલ મતદારો
માંગરોળ ૨,૨૭,૩૭૫
માંડવી ૨,૪૪,૯૧૫
કામરેજ ૫,૪૪,૬૦૭
બારડોલી ૨,૭૭,૭૭૦
મહુવા ૨,૨૯,૬૩૩
કુલ ૧૫,૨૪,૩૦૦
નવસારી
લોકસભાના મતદારો
વિધાનસભા કુલ મતદારો
લિંબાયત ૩,૦૩,૯૯૪
ઉધના ૨,૬૩,૧૯૫
મજુરા ૨,૭૮,૫૫૦
ચોર્યાસી ૫,૭૦,૬૬૬
કુલ ૧૪,૧૬,૪૦૫
આ વિધાનસભા વિસ્તારના
મતદારોએ મતદાન કરવાનું નથી
વિધાનસભા કુલ મતદારો
ઓલપાડ ૪,૪૯,૦૬૫
સુરત પૂર્વ ૨,૧૩,૦૦૫
ઉતર ૧,૫૬,૫૭૪
વરાછા ૨,૦૭,૯૭૭
કરંજ ૧,૬૨,૪૩૦
કતારગામ ૩,૧૮,૯૫૧
પશ્રિમ ૨,૫૯,૩૭૫
કુલ ૧૭,૬૭,૩૭૭