રેલીઓના વીડિયો સાથે અન્ય વીડિયો પણ કરાયા અપલોડ4 દિવસમાં 18 જેટલા બીભત્સ વીડિયો પેજ પર મુકાયાસુરત જિલ્લા બીજેપીનું ફેસબુક એકાઉન્ટ હેક થયુ
સુરત જિલ્લા બીજેપી ફેસબુક એકાઉન્ટ વિવાદમાં આવ્યુ છે. જેમાં 4 દિવસમાં 18 જેટલા બીભત્સ વીડિયો પેજ પર મુકાયા છે. તેમાં રેલીઓના વીડિયો સાથે અન્ય વીડિયો પણ અપલોડ કરાયા છે. સુરત બીજેપીએ સાયબર સેલમાં ફરિયાદ કરી છે. હજારો કાર્યકરો અને લોકો રીતસર ના અવાક્ થઇ ગયા છે.
સુરત જિલ્લા બીજેપીનું ફેસબુક એકાઉન્ટ હેક થયુ
સુરત જિલ્લા બીજેપીનું ફેસબુક એકાઉન્ટ હેક થયુ છે. જેમાં બીજેપીના સુરત જિલ્લાના ફેસબુક પેજ પર રૂપસુંદરીઓની ધિંગામસ્તીના વીડિયો હેકર્સે અપલોડ કર્યા છે. તેમાં ચાર દિવસમાં 18 જેટલા બીભત્સ વીડિયો ફેસબુક પેજ પર મુકાયા છે. ભાજપની વિવિધ રેલીના વીડિયો સાથે અન્ય વીડિયો અપલોડ થતા તર્ક-વિતર્ક થયા છે. બારડોલી પોલીસને ફરિયાદ આપી છે તથા સાઇબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી છે.
જાણો કેટલાક સિક્યોરિટી સ્ટેપ્સ જેનાથી તમારી ફેસબુક સુરક્ષિત રહેશે
ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વપરાશ વધવાની સાથે સાઈબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. દુનિયાભરમાં કરોડો લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો આજે પણ વપરાશ કરી રહ્યા છે. ફેસબુક યુઝર્સ પર હેકર્સ સતત વોચ કરી રહ્યાં છે. જેમાં તમારી એક ભુલ થવાની રાહ જોતા હોય છે. તમારી એક ભુલના કારણે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ શકે છે. હેકર્સને તમારા એકાઉન્ટના એક્સેસ મળતા જ તમારી પ્રાઈવસ લીક થવાનો પણ ખતરો હોય છે. માટે જાણો કેટલાક સિક્યોરિટી સ્ટેપ્સ જેનાથી તમારી ફેસબુક સુરક્ષિત રહેશે.
1. ફેસબુકમાં ચેટ કરતા સમયે કોઈ પણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. ઘણીવાર સ્કેમર્સ લિંકના માધ્યમથી ડીવાઈસ પર માલવેર ઈન્સ્ટોલ કરી દેતા હોય છે જેના વડે તેઓ તમારી પર્સનલ માહીતીની ચોરી કરે છે.
2. ઘણી વાર લોકો અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ ચેટ કરવાની ટેવ ધરાવતા હોય છે. માટે અજાણ્યા વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયામાં કનેક્ટ ન રહેવું જોઈએ. નહી તો ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
3. પોતાના ફેસબુક એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન રાખવું જોઈએ. આ સિક્યોરિટી ફિચર અજાણ્યા માણસને તમારા એકાઉન્ટ સુધી પહોંચતા અટકાવે છે.
4. ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન કર્યા પછી જો કોઈ વ્યક્તિ તમારો પાસવર્ડ પણ જાણી જાય છે તો પણ તમારા એકાઉન્ટને એક્સસ કરી શકશે નહી.
5. એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઓન કર્યા પછી બેકઅપ મેથડનો પણ ઉપયોગ કરી શકો છો. આ મેથડ માટે તમે ગુગલ ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરી શકો છો. આ એપમાં તમને એક સિક્યોરિટી કી સેન્ડ કરવામાં આવશે. જેનો ઉપયોગ એકાઉન્ટ લોગઈન કરવા માટે કરી શકશો.
6. ફેસબુકમાં ચેટિંગ દરમિયાન તમારી જાણીતી વ્યક્તિ પણ જો તમારી પર્સનલ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ ડીટેલ, ઓટીટી લોગઈન ડિટેલ માંગે છે તો પણ તમારે આપવી જોઈએ નહિ. કારણે કે એક સંભાવના પ્રમાણે તમારા મિત્રનું એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે તો તે તમારી માહિતી ચોરી શકે છે.
7. પાસવર્ડ હંમેશા લાંબો અને સ્પેશિયલ કેરેક્ટરનો યુજ કરીને ક્રિએટ કરેલો હોવો જોઈએ. નાનો પાસવર્ડ રાખવાથી સરળતાથી હેકર્સના હાથમાં આવી શકે છે.