થલતેજ બ્રિજ પાસે એક સાથે 3 કારનો અકસ્માત
તેજ ગતિથી કાર ચલાવી અન્ય 2 કારને લીધી અડફેટે
લાયસન્સ વગર નીકળતા નબીરાઓ બેફામ થયા
અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. જેમાં થલતેજ બ્રિજ પાસે એક સાથે 3 કારનો અકસ્માત થયો છે. તેજ ગતિથી કાર ચલાવી અન્ય 2 કારને અડફેટે લીધી હતી. ત્યારે અકસ્માત બાદ કારચાલક યુવતીની દાદાગીરી સામે આવી છે. તેમાં અકસ્માતને લઈ યુવતીના ઉડાઉ જવાબ સામે આવ્યા છે. લાયસન્સ વગર નીકળતા નબીરાઓ બેફામ થયા છે. તેમાં બેફામ કારચાલકોને પોલીસનો કોઈ ડર નથી.
શહેરના થલતેજ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો
શહેરના થલતેજ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક સાથે 3 થી વધુ કારનો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં પરંતુ અકસ્માત કરનાર યુવતીની દાદાગીરી સામે આવી છે. તેજ રફતારથી કાર ચલાવી અકસ્માત સર્જ્યો અને અકસ્માત કરનાર યુવતીએ દાદાગીરી કરી છે. તેમજ વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરી ડમ્પર સહિત ભારદારી વાહનો દોડતા હોવાથી અકસ્માતોના જીવલેણ બનાવો બની રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
ભારદરી વાહનો અટકમાં લઈને દંડનીય કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા તાજેતરમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવી પડી હતી. કારણકે છેલ્લા એક વર્ષમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વામી વિવેકાનંદ હાઇટ વિભાગ 1 અને 2 ટીપી 10 લક્ષ્મીપુરા પાસે ભારદારી વાહનો અને રેતી ભરેલા ડમ્પરો પુરપાટ નીકળવાનું ચાલુ જ હતું. દિવસમાં બે થી ત્રણ વખત વાહનો અથડાવવાના અને અકસ્માતના બનાવો બનતા હતા.