તેલુગુ સુપરસ્ટાર પ્રભાસના દેશના દરેક ખૂણે ફેન્સ છે. ફિલ્મ ‘બાહુબલી’ પછી તે પૈન ઈન્ડિયા સ્ટાર તરીકે ઓળખાય છે. છેલ્લે ફિલ્મ સાલારમાં મોટા પડદા પર જોવા મળ્યો હતો. અભિનય ઉપરાંત, પ્રભાસ તેના ઉદાર વર્તન માટે પણ જાણીતો છે.
તાજેતરમાં તેણે તેલુગુ ફિલ્મ ડાયરેક્ટર એસોસિએશન (TFDA)માં 35 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આ રકમ સિનેમા કર્મચારીઓના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે. અભિનેતાના આ યોગદાન પછી, TFDA ના સભ્યોએ તેમનો આભાર માન્યો છે.
TFDA દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્ટર્સ ડેની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇવેન્ટમાં, એસોસિએશનના સભ્યોએ જણાવ્યું કે, પ્રભાસે સિનેમા કામદારો માટે યોગદાન આપ્યું છે.