Image Source: Twitter

Coolie Teaser Out: સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને દરેકના ફેવરિટ એક્ટર માનવામાં આવે છે. 73 વર્ષની ઉંમરે પણ સુપરસ્ટાર રજનીકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. જેલર અને લાલ સલામ બાદ હવે અભિનેતાની એક નવી ફિલ્મ ‘કુલી’ ચર્ચામાં છે.

ડાયરેક્ટર લોકેશ કનગરાજના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ કુલી નું લેટેસ્ટ ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં રજનીકાંત પોતાની એક્શન અને સ્વેગથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. 

કુલીનું ધમાકેદાર ટીઝર રિલીઝ

ફિલ્મ જેલરથી ચાહકોનું દિલ જીતનાર રજનીકાંત ફરી એક વખત મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ વખતે રજનીકાંત કુલીના અવતારમાં નજર આવશે. હવે મેકર્સ દ્વારા કુલીનું લેટેસ્ટ ટીઝર યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટીઝરમાં તમે જોઈ શકાય છે કે કેટલાક લોકો એક ગોદામમાં સોનાનું બ્લેક માર્કેટિંગ કરતા નજર આવી રહ્યા છે. એટલામાં ત્યાં રજનીકાંતની એન્ટ્રી થાય છે અને તે ધમાકેદાર એક્શન સાથે ગુંડાઓની ધુલાઈ કરી નાખે છે. કુલીના આ 3 મિનિટ અને 16 સેકન્ડના ટીઝર પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે રજનીકાંત સોનાની તસ્કરી કરનારા સામે મોરચો બોલાવે છે. પરંતુ એક કુલી હોવા છતાં તેને કેવી રીતે અંજામ આપે છે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. એકંદરે રજનીકાંતની કુલીનું આ ટીઝર ખૂબ જ શાનદાર છે.રજનીકાંતના ફિલ્મી કરિયરની આ 171મી ફિલ્મ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *