Warwick Davis cryptic post: પ્રખ્યાત અભિનેતા વારવિક ડેવિસે 22 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જે જોતા જ ચાહકો ચિંતામાં આવી ગયા હતા. યુઝર્સે એક્ટરની આ પોસ્ટને લઇને વિવિધ અટકળો લગાવવાનું શરૂ કર્યું.
વારવિક ડેવિસે સોમવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ મારું અહીંયા પૂરું થયું, હું રજા લઈ રહ્યો છું ‘. તેના ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરવા લાગ્યા. હવે તેમના બાળકોએ તેમના પિતાની આ પોસ્ટ પર ખુલાસો કર્યો છે.
મહત્વનુ છેકે, અભિનેતાએ ગયા મહિને માર્ચમાં તેની પત્ની સામંથા ડેવિસને ગુમાવી હતી. પ્રખ્યાત અભિનેત્રી સામંથા ડેવિસનું 24 માર્ચે નિધન થયું હતું. હવે એક્ટરની આ પોસ્ટથી યુઝર્સ પરેશાન થઈ ગયા.
લોકો જાણવા માંગતા હતા કે વોરવિક સાથે શું થયું છે. શું તે કોઈ મુશ્કેલીમાં છે? ચાહકોની ભાવનાઓને સમજીને, વોરવિકના બાળકોએ તેમના પિતાની પોસ્ટ ફરીથી શેર કરી અને લખ્યું, ‘અમારા પિતાની આટલી કાળજી લેવા બદલ તમારો બધાનો આભાર. તે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. જો તેમની અગાઉની પોસ્ટથી તમને કોઈ તકલીફ પડી હોય તો તે તેના માટે માફી માંગે છે. તમારા પ્રેમ અને સમર્થન માટે અમે તમારા આભારી છીએ.’
વોરવિક ડેવિસ તેની પત્નીના ગયા બાદ શોકમાં છે. સામંથા અને વરિવાક 1988માં ‘વિલો’ના સેટ પર મળ્યા હતા અને ઘણા વર્ષો પછી બંનેએ લગ્ન કર્યા હતા. 1995 માં, સમન્થા અને વોરવિક ડેવિસે વિલો મેનેજમેન્ટની સ્થાપના કરી, જે કલાકારો માટેની પ્રતિભા કંપની છે અને 2012 માં તેઓએ લિટલ પીપલ યુકેની સ્થાપના કરી.