– જે ટેલિવિઝ શો પંડયા સ્ટોરમાં છુટકીનો રોલમાં જોવા મળી હતી
મુંબઇ : નિતેશતિવારીની રામાયણ હાલ ભારતીય સિનેમામાં ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં રણબીર કપૂર રામ અને સાંઇ પલ્લવી સીતાની ભૂમિકાની ઘોષણા કરવામાં આવી દીધી છે.
અન્ય કલાકારો વિશે અપડેટ આવ્યા કરે છે, પરંતુ તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. હાલ આ ફિલ્મને લઇને અપડેટ છે કે, નાનકડી સીતાના રોલામાં આઠ વરસની કિયારા જોવા મળવાની છે.
સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર ટેલિવિઝન શો પંડા સ્ટોરની ચાઇલ્ડ આર્ટિસ્ટ કિયારા સાધ સીતામાતાની બાળપણની ભૂમિકા ભજવશે. આ પછી સાંઇ પલ્લવી આ રોલને આગળ વધારશે.જોકે સૂત્રના જણાવ્યા અનુસાર, કિયારા સાધની માતાએ આ બાબતે જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો.
રણબીર કપુર, સાઇ પલ્લવી ઉપરાંત ફિલ્મ સાથે લારા દત્તા, રકુલ પ્રીત સિંહના નામ કૈકયી અને સૂપર્ણખાના પાત્ર માટે જોડાયા છે. સની દેઓલ ભગવાન હનુમાન અને યશ રાવણનો રોલ ભજવે તેવી શક્યતા છે.