મુંબઇ : આમિર ખાન લાંબા બ્રેક પછી ફરી બોલીવૂડમા ંસક્રિય થયો છે. તે પોતાની બે ફિલ્મો પર કામ કરી રહ્યો છે. તેવામાં સમાચાર છે કે, આમિર ખાન અને ઝોયા અખ્તર ફરી સાથે કામ કરવાના છે. છેલ્લા કેટલાય સમયથી બન્ને જણાએ વિવિધ આઇડિયાઝ પર ચર્ચા કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું.
હવે એક રિપોર્ટના અનુસાર આમિર ખાન અને ઝોયા અખ્તર સાથે કામ કરવાના છે. આમિર ખાન હાલ પોતાની ફિલ્મ સિતારે જમીન પર ટુ અને લાહોર ૧૯૪૭ પર કામ કરી રહ્યો છે. સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, ઝોયા અખ્તરે હાલમાં જ આમિર ખાન સાથે મુલાકાત કરી હતી.તેઓ નવી ફિલ્મ પર વાતચીત કરી રહ્યા છે. ઝોયા એક મિડલ એજ વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મ પર કામ કરી રહી છે.
તેની દરેક ફિલ્મોની માફક આ ફિલ્મ પણ એક ડ્રામા અને ઇમોશન્સથી ભરપુર હશે. ફિલ્મની વાર્તા અને કોન્સેપ્ટ તૈયાર થઇ ગયા છે.
ફક્ત તેને સ્ક્રીનપ્લે ફોર્મેટમાં બદલવાના બાકી છે. કહેવાય છે કે, આમિરને આ આઇડિયા પસંદ આવ્યો છે.
વાસ્તવમાં આમિરને ઝોયા સાથે કામ કરવાની ઇચ્છા છે. આ ફિલ્મની વાર્તાના પ્રમાણે તેનો રોલ તેની વય સાથે મેળ ખાય છે. ઉંમરના હિસાબે આ એક પરફેક્ટ પાત્ર છે. આમિરે ઝોયાને વાર્તાનું ડેવલપમેન્ટ કરીને નેરેશન માટે ફરી આવવાનું હ્યું છે. આમિરે એમ પણ કહ્યું છે કે, રાઇટિંગ પ્રોસેસમાં ઇનપુટ માટે તેની જરૂર પડે તો તેની સાથે અથવા તો ટીમ સાથે વાતચીત કરી શકે છે.