– સરેરાશ ઉષ્ણતામાન વધતાં જનતાનાં આરોગ્ય અને આર્થિક કાર્યવાહી ઉપર પણ અસર થઈ રહી છે : હિમ સ્તર ઝડપ લો ઘટી રહ્યું છે

નેપલ્સ (ઈટાલી) : યુરોપ સૌથી વધુ ઝડપે ગરમ થઈ રહેલો ખંડ છે, અને તેનું ઉષ્ણાતામાન વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે વધી રહ્યું છે. તેમ બે ટોચની કલાઈમેંટ મોનિટરીંગ સીસ્ટમ્સ જણાવે છે. સોમવારે તેણે આપેલા અહેવાલમાં સાથે તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે તેની માણસોની ઉપર તેમજ હિમ-સ્તર પર પણ ઋણાત્મક અસર થઈ રહી છે. હીમ-સ્તર ઝડપભેર ઘટી રહ્યું છે. વધુમાં માનવીઓની કાર્યશક્તિ ઉપર તેમજ કાર્યવાહી ઉપર પણ આ વધી રહેલા ઉષ્ણાતામાનની ઋણાત્મક અસર થઈ રહી છે. તેમ યુનોનું ‘વર્લ્ડ-મીટીયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ) તથા યુરોપીયન યુનિયનની કલાઈમેંટ એજન્સી કોપરનિક્સ જણાવે છે.’

આ બંને સંસ્થાઓએ પ્રસિદ્ધ કરેલા સંયુક્ત અહેવાલમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, આ સંયોગોમાં પવન, સૂર્ય તથા જળ પ્રવાહથી ચાલતા વિદ્યુત સંયંત્રો તરફ ઝડપભેર આગળ વધવાની જરૂર છે. તો જ આ ઋતુ પરિવર્તનોની અસર દૂર કરી શકાશે.

ગત વર્ષે યુરોપે તેની ૪૩ ટકા વિદ્યુત આવા રીન્યુએબલ રીસોર્સીસ (પુનર્નિમિત થઈ શકે તેવાં સંસાધનો દ્વારા પ્રાપ્ત કરે છે.

છેલ્લાં પાંચ વર્ષની ઉષ્ણતામાનની સરેરાશ જોતાં નિશ્ચિત થઈ રહ્યું છે કે, યુરોપનું ઉષ્ણતામાન ૨.૩ ડીગ્રી (૪.૧ ફેરન હીટ) જેટલું ઔદ્યોગીકરણ પછી વધ્યું છે. આ અહેવાલ ૨૦૧૫ની પેરિસમાં મળેલી વિશ્વ ઋતુ પરિષદે મુકેલી ૧.૫ ડીગ્રી સેલ્સિયસની મર્યાદા જાળવવા કરેલાં સૂચન કરતાં છે.

અહેવાલ યુરોપીય યુનિયનના એકિઝક્યુટિવ કમીશન સમક્ષ ઈલીઝાબેથ હેમડાઉશે વાંચી સંભાળ્યો હતો.

આ રીપોર્ટ ડબલ્યુ એમ.ઓ.ના મુખ્ય કલાઈમેંટ રીપોર્ટના હાર્દ સમાન છે. જે દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં ૩૦ વર્ષ માટેનાં ઋતુ પરિવર્તનોને ગણતરીમાં લેવામાં આવે છે. તે રીપોર્ટસ પૈકી આ વર્ષનો રીપોર્ટ તો ‘રેડ એલર્ટ’ વોર્નિંગ સમાન છે. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે વિશ્વ ઉષ્ણતામાન વધવાની સામે આપણે લગભગ કશું કરતા નથી, તેથી પરિણામો ભોગવવા પડશે.

આ અહેવાલ ‘કોપરનિક્સ’ જણાવે છે કે, આ વર્ષે પણ માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ઉષ્ણ રહ્યો હતો. તે પરિસ્થિતિ સતત ૧૦ વર્ષથી ચાલી રહી છે. સમુદ્રોનાં જળનું ઉષ્ણતામાન પણ સરેરાશ કરતાં ૨૦૨૩માં સૌથી ઉંચા સ્તરે રહ્યું છે.

આ સાથે વધી રહેલા ઉષ્ણતામાનની અસર વિષે આ અહેવાલ જણાવે છે કે તેથી માનવીના આરોગ્ય ઉપર પણ માઠી અસર થાય છે. ઉપરાંત, ચક્રવાત, પૂરો અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધે છે. આવી ઘટનાઓથી ૧૫૦ લોકોના જાન ગયા હતા. આટલું જ નહીં પરંતુ ૨૦૨૩માં આથી ૧૩.૪ અબજ ‘યુરો’ (૧૪.૩ અબજ ડોલર)નું આર્થિક નુકસાન પણ થયું હતું. ૨૦૨૩માં લાખ્ખો લોકોને આ ઋતુ પરિવર્તનોથી અસર પહોંચી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *