IPL 2024 | ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર સેમ કરન પર જોરદાર ગુસ્સો ઠાલવ્યો. સેહવાગે કહ્યું કે સેમ કરને વર્તમાન સિઝનમાં બેટિંગ-બોલિંગમાં  ખરાબ પ્રદર્શન કર્યું છે અને તે ટીમમાં સ્થાન મેળવવા લાયક જ નથી.

2023માં સૌથી મોંઘો ખરીદાયો હતો 

25 વર્ષીય સેમ કરનને IPL 2023 પહેલા પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને પંજાબે આ સિઝનમાં પણ જાળવી રાખ્યો હતો. વર્તમાન સિઝનમાં ઇંગ્લિશ ઓલરાઉન્ડરનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. તેણે IPL 2024ની આઠ મેચોમાં 11 વિકેટો લીધી  અને માત્ર 152 રન બનાવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગ ગુસ્સે થયો 

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે સેમ કરન જેવા ખેલાડી ઉપયોગી સાબિત થઇ રહ્યાં નથી. તે કોઈપણ ક્ષેત્રમાં મેચ વિનર સાબિત થઇ રહ્યો નથી. હું સેમ કરનને બેટિંગ કે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નથી ગણતો.  એવા ખેલાડીનો કોઈ ફાયદો નથી જે થોડીક જ બેટિંગ અને બોલિંગ કરે. તમે બેટથી કે બોલથી મેચ જીતો છો. તમારે મેચ જીતાઉ પ્રદર્શન કરવા પડશે. 

કરન પંજાબનો કેપ્ટન બન્યો

શિખર ધવન ઈજાગ્રસ્ત થવાના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ મેદાનથી દૂર છે. ધવનની ગેરહાજરીમાં ફ્રેન્ચાઈઝીએ સેમ કરનને કેપ્ટનશિપ સોંપી હતી. સેમ કરનની કેપ્ટનશીપમાં પંજાબ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. પંજાબને તેના હોમ ગ્રાઉન્ડ પર રવિવારે ગુજરાત ટાઇટન્સના હાથે 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબની સ્થિતિ કેવી છે સિઝનમાં 

વર્તમાન IPLમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. પંજાબ કિંગ્સે વર્તમાન સિઝનમાં 8 મેચમાં માત્ર બે જ જીત નોંધાવી છે. છ હાર સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. પંજાબ કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ લાગે છે. તેને પ્લેઓફમાં પહોંચવાની તક મેળવવા માટે તેની બાકીની મેચો જીતવી પડશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *