નગરમાં પ્રભાતફેરી, સ્નાન પૂજા સહિતના કાર્યક્રમ યોજાયા
કલ્યાણ પૂજા અને સંઘ સ્વામી વાત્સલ્યમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા
વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે દાહોદ ભવ્ય શોભા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ મહાવીર જયંતિ પર્વ નિમિત્તે દાહોદ શહેરના જૈન સમાજના લોકો દ્વારા ભગવાન મહાવીર જયંતિ ની ઉલ્લાસ તેમજ ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે દાહોદ ભવ્ય શોભા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ચૈત્ર સુદ તેરસના રોજ મહાવીર જયંતિ પર્વ નિમિત્તે દાહોદ શહેરના જૈન સમાજના લોકો દ્વારા એકબીજાને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી જેની સાથે સાથે શ્રી સીમંધર સ્વામી પરિસર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે 06.30 કલાકે પ્રભાત ફેરી, સવારે 07.30 કલાકે સ્નાન પૂજા, જ્યારે સવારના 08.45 કલાક દરમિયાન ભવ્ય શોભા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સમાજની મહિલાઓથી લઈ, બાળકો યુવાનો પુરુષો સહિત વયો વૃદ્ધ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નિર્ધારિત સ્થાને પહોંચી હતી ત્યારબાદ સવારે 10.30 કલાકે પંચ કલ્યાણ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના 12.05 કલાકેથી 01.30 દરમિયાન શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનાજ મહાજન અને સુરભી ગૌશાળા ખાતે અબોલ પશુઓને મીઠું કરાવવામાં આવ્યું હતું અને પક્ષીઓને જાર અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ખાતે અનુકંપાદાન કરવામાં આવ્યું હતું.