Image Source: Twitter
પાદરા તાલુકાના શામળકૂવા ગામમાં રહેતા ભાસ્કર ચંદુભાઇ રાણા ગણેશ નામની એજન્સીના નામે ચા તથા મસાલાનો વેપાર કરે છે. બે દિવસ સુધી તેમણે વિવિધ ગામોમાં પ્રોવિઝન સ્ટોરમાં કરેલા વેપારના રૂ. 84,840 બેગમાં મૂક્યા હતા. ગઇકાલે સાંજે તેમની મારૂતિવાનને પંચર પડતા વડુ ચોકડી પાસે જ્યલક્ષ્મી કૉમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં વાન પાર્ક કરીને ટાયર બદલતાં હતા ત્યારે કોઈ ગઠિયો વાનની ડ્રાઇવર સીટ પર મૂકેલી રૂ. 84,840 કિંમતની બેગ કોઇ ગઠિયો ઉઠાવી ગયો હતો. આ અંગે વડું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.