Image Source: Freepik

જામનગરમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નામચીન દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂના બે ધંધાર્થીઓની પાસા હેઠળ અટકાયત કર્યા પછી ગઈકાલે રાત્રે જામનગર અને મુંગણીના બે માથાભારે શખ્સો ની પણ પાસા હેઠળ અટકાયત કરી લઈ જેલહવાલે કરી દીધા છે.

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર એમ -8 રૂમ નંબર 2600માં રહેતા હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતા નામના શખ્સ સામે તાજેતરમાં મારામારી સહિત ના અનેક ગુન્હાઓ નોંધાયા છે, જે માથાભારે શખ્સ સામે પાસા ની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીને મહોર લાગી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના આદેશથી એલસીબીની ટુકડીએ હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતાની પાસા હેઠળ અટકાયત કરી લીધી છે, અને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

આ ઉપરાંત જામનગર તાલુકા ના મૂંગણી ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવા સામે પણ તાજેતરમાં મારામારી સંબંધે બે ગુના નોંધવામાં આવ્યા છે. જે માથાભારે શખ્સ સામેં પણ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જેને મંજૂરી મળી હોવાથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની ટુકડીએ સુરેન્દ્રસિંહ કંચવા ની અટકાયત કરી લીધી છે, અને વડોદરા ની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *