દસ દિવસમાં છ જીવલેણ અકસ્માત
રોંગ સાઇડ ઉપર પૂરઝડપે આવતી કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર ભટકાઈ
ગોવાલી ગામ પાસે બે કાર ભટકાતાં પાંચ શખસને ઈજા પહોંચી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વણઝાર નોંધાય રહી છે. ગત સપ્તાહે નાના સાંજા ફાટક પાસે ટ્રક ની ટક્કરે વન કર્મચારી મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. તો એક દિવસ અગાઉ જ રાજપારડી ખાતે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત માં દંપતિ નું મોત નીપજ્યું હતું. તો આજે સવારે ગોવાલી ગામ પાસે રોંગ સાઇડ ઉપર પુરઝડપે આવતી એક ઇકો કાર સામેથી આવતી કાર સાથે ભટકાતા પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં છ જેટલા જીવલેણ અકસ્માત નોંધાયા છે.

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે સર્જાતા નાનામોટા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ આજે ગોવાલી નજીક બે વાહનો ટકરાતા પાંચ જેટલી વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ એક ઇકો વાન અને ફેર વ્હિલર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ચાર માર્ગીય બનાવેલા રોડ ઉપર કેટલાક સ્થળોએ એક સાઇડ ઉપર રોડ નું સમારકામ ચાલે છે,વતેને લઇને બન્ને તરફ્ના વાહનો એક તરફ્ ડાઇવર્ટ કરાયા છે. એક જ સાઇડ ઉપર બંને તરફ્નો વાહન વ્યવહાર ચાલતો હોય સામ સામે બે કાર ભટકાઇ હતી.

અકસ્માતમાં ગેરકાયદે પેંસેજર માં ચાલતી ઇકો ગાડીને મોટું નુકશાન થયું હતું. આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં અત્યાર સુધી કોઇ પોલીસ ફરિયાદ લખાઇ નથી. જો કે સ્થાનિક લોકમુખે ચર્ચાતી વિગત મુજબ આઠ જેટલા લોકો ને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર છેલ્લા દસ દિવસમાં છ જીવલેણ અકસ્માત થવા પામ્યા છે. અને આજના આ અકસ્માતે અકસ્માતોની પરંપરા યથાવત રહી હતી. ગોકળગાયની ગતિએ ચાલતું માર્ગનું કામ તાત્કાલિક પુર્ણ કરાય તે જરૂરી બન્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *