અધિકૃત મીડિયાકર્મીઓ સહિત 12 જેટલી આવશ્યક સેવા જાહેર કરાઇ
આવશ્યક સેવા શ્રેણીમાં આવતા મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા વ્યવસ્થા
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વ સમાવેશી બનાવવા વ્યવસ્થા કરાઇ

Each Vote Counts. લોકશાહીમાં દરેક મત મહત્વનો છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વ સમાવેશી બનાવવાના ભાગરૂપે સમાજના તમામ વર્ગો સુગમપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનયમ -1951 ની કલમ-60(સી) અન્વયે મતદાનના દિવસે આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેવા મતદારો (Absentee Voters on Essential Service(AVES)) માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા અપાઇ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફ્કિ પોલીસ તથા એમ્બ્યુલન્સ જેવી સેવાઓને મહત્વની અને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ કે જેઓ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને જેમને મતદાનના દિવસે તેમની આવી આવશ્યક સત્તાવાર ફરજોને કારણે ફરજ પર હોવાનું પ્રમાણિત કરવામાં આવશે અને મતદાનના દિવસે તેઓ મતદાન માટે મતદાન મથકમાં હાજર રહી શકશે નહીં ફ્કત તેવા જ મતદારો આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *