શિક્ષક કદી સાધારણ નથી હોતો તે યુક્તિને દાહોદના એક શિક્ષકે સાર્થક કર્યું
જીપીએસસીમાં સફ્ળતા ન મળતા દાહોદના શિક્ષકે ગરીબ વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કર્યા
શિક્ષકે સ્પીપા માં 6 મહિના તાલીમ લઈ જીપીએસસીની પરીક્ષા આપી

શિક્ષક કદી સાધારણ નથી હોતો તે ઉક્તિને દાહોદના એક શિક્ષકે સાર્થક કર્યું છે. સ્પીપા માં તાલીમ મેળવ્યા બાદ જીપીએસસીમાં સફ્ળતાના મળતા દાહોદના શિક્ષકે હતાશ કે નિરાશ થયા વગર તેમાથી પ્રેરણા લઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે નીઃ શુલ્ક તાલીમ વર્ગ ચાલુ કર્યો અને સાત વર્ષ માં 90 વ્યક્તિને સરકારી નોકરી માં લાગ્યા છે.

 કોઈપણ નિષ્ફ્ળતાથી હતાશ ના થવું જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ દાહોદના શિક્ષકે પૂરું પાડયું છે. પ્રમોદ કાટકર નામ ના પ્રાથમિક શિક્ષકે જ્યારે 2016 માં જીપીએસસીની પરીક્ષા માટે સ્પીપા માં 6 મહિના તાલીમ લઈ પરીક્ષા આપી હતી પરંતુ થોડાક માર્ક માટે તેઓ સિલેક્ટ થતાં રહી ગયા હતા. ત્યારે તેમના મિત્રોએ આપેલા પ્રોત્સાહનથી નવી દિશા ચીંધી હતી પોતે વિચાર્યું કે અહી ના ગરીબ પરિવાર ના સેંકડો વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ કરતાં હોય છે. પરંતુ આર્થિક સ્થિતિ સધ્ધરના હોવાના કારણે સારા કોચિંગ ક્લાસ માં તેઓ જઈ શકતા નથી. તો પોતે સિલેક્ટ ના થાય પરંતુ દાહોદ જિલ્લાના વિધાર્થીઓ પરીક્ષા પાસ કરવાથી વંચિત ના રહી જાય તેવા વિચાર સાથે 2017 માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાપ્તિ એકેડમી નામ થી મફ્ત તાલીમ વર્ગ ની શરૂઆત કરી હતી. જ્યારે તેમની પાસે પોતાનું મકાન પણ નહોતું ભાડા ના મકાન માં રહી વિધાર્થીઓને તાલીમ આપવાની શરૂઆત કરી વહેલી સવારે વર્ગ ચલાવ્યા પછી તેઓ પોતાની ફરજ ઉપર જાય છે. સાંજે પરત ઘરે આવ્યા પછી ફરી થી વર્ગ લે છે તેમના આ કોચિંગ ક્લાસમાં ગરીબ વિદ્યાર્થીઓની સાથે કેટલાક આર્થિક રીતે થોડા ઘણા સક્ષમ હોય તેઓ પણ આવતા હોય છે. અને આવા સક્ષમ વિદ્યાર્થીઓ અંદરો અંદર રૂપિયા શેર કરી લાઈટ બિલ તેમજ પાણીના રૂપિયા ભરી દેતા હોય છે. જ્યારે કેટલાક ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષક નિશુલ્ક ભણાવે છે તેમની નિસ્વાર્થ સેવાથી સાત વર્ષ માં 90 જેટલા તાલીમાર્થીઓ સરકારના અલગ અલગ વિભાગ માં નોકરી એ લાગ્યા છે. તાજેતરમાં તેઓએ છેલ્લા એક થી દોઢ વર્ષ માં સરકારી નોકરીએ લાગેલા વિધાર્થીઓ નો ઈસરો ના પૂર્વ વૈજ્ઞાનિક ભરતભાઈ ચનિયારા અને રામાનુજ મેથ્સ ક્લબના ડો ચંર્દ્મોલી સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સન્માન સમારંભ યોજી પ્રાથમિક શાળામાં દરેક ને સન્માનીત કર્યા હતા.

ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક ખરીદવા આર્થિક મદદ પણ કરે છે

શિક્ષક પ્રમોદ કાટકર દાહોદ તાલુકા માં પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. સવારે શાળાએ જતા પહેલા અને સાંજે શાળાએથી આવી કોચિંગ ક્લાસ શરૂ કરે છે તેમના આ નિશુલ્ક કોચિંગ ક્લાસ માં આવતા ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક અને પુસ્તકો ખરીદવા માટે આર્થિક મદદ પણ કરે છે

કેટલાક શિક્ષકો તગડી ટયૂશન ફી લેતાં હોય છે

બીજી તરફ્ કેટલાક શિક્ષકો એ શિક્ષણને વેપાર બનાવી દીધો છે તગડી ફી લઈને વિદ્યાર્થીઓને ટયુશન આપતા હોય છે. અને તેમાંય હોશિયાર વિદ્યાર્થીઓને ટયુશન આપવાનો આગ્રહ રાખતા હોય છે જેથી તેમના ટયુશન ક્લાસ નું પરિણામ સારું આવે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *