અમદાવાદ, શનિવાર,20 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્ટેમબર-૨૩થી ઢોર
નિયંત્રણ પોલીસીનો અમલ કરવામા આવી રહયો છે.પોલીસીના અમલને પગલે શહેરમાંથી  રખડતા ઢોર અંગેની ફરિયાદોમાં ઘટાડો થવા પામ્યો
છે.એપ્રિલ મહિનાના આરંભથી ૧૮ દિવસમાં રખડતા ઢોરની ૩૧ ફરિયાદ મળતા સરેરાશ રોજની એક
રખડતા ઢોરની ફરિયાદ તંત્રને મળી હતી.બીજી તરફ રખડતા કૂતરાંની ૧૮ દિવસમાં ૩૭૯
ફરિયાદ મ્યુનિ.ને મળી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના
વિવિધ વોર્ડ વિસ્તારમાંથી રોડ ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામા આવી રહી છે.૧૮
એપ્રિલ સુધીના સમયમાં  રખડતા ઢોર અંગેની
કુલ ૩૧ ફરિયાદ મળી હતી.બીજી તરફ એપ્રિલ મહિનાની શરુઆતથી ૧૮ એપ્રિલ સુધીમાં શહેરના
વિવિધ રોડ ઉપર રખડતા ૩૧૯ પશુ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા પકડી ઢોરડબામા  પહોંચાડાયા હતા.મ્યુનિ.હસ્તકના ઢોર ડબામા
રાખવામા આવેલા ઢોર પૈકી નવ ઢોર પશુ માલિકો દ્વારા છોડાવવામા આવ્યા હતા.૧૮ દિવસમાં
મ્યુનિ.તંત્રે પાંચ પોલીસ ફરિયાદ રખડતા ઢોરને લઈ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા
સાથે રુપિયા ૪૪ હજારથી વધુની રકમ દંડ પેટે વસૂલ કરી હતી.એપ્રિલ મહીનાના ૧૮ દિવસમાં
વિવિધ એજન્સીઓ દ્વારા ૧૪૯૪ રખડતા કૂતરાં પકડી ખસીકરણ કરવામા આવ્યુ હતુ.

એક વર્ષમાં મ્યુનિ.ને મળેલી રખડતા ઢોર-કૂતરાંની ફરિયાદ

મહિનો         રખડતા કૂતરાંની ફરિયાદ        
રખડતા ઢોરની ફરિયાદ

એપ્રિલ-૨૩     ૮૫૬                                   ૫૨૦

મે-૨૩          ૧૦૭૨                                 ૧૭૩૭

જુન-૨૩        ૯૧૯                                   ૧૦૮૨

જુલાઈ-૨૩     ૧૨૪૨                                 ૨૩૬૧

ઓગષ્ટ-૨૩    ૧૨૪૧                                 ૨૨૦૯

સપ્ટેમબર-૨૩  ૧૦૮૦                                 ૪૪૯

ઓકટોબર-૨૩  ૯૨૭                                   ૨૮૫

નવેમ્બર-૨૩    ૭૫૬                                   ૧૩૬

ડીસેમ્બર-૨૩   ૧૧૮૯                                 ૧૦૫

જાન્યુઆરી-૨૪ ૯૫૩                                   ૮૨

ફેબુ્રઆરી-૨૪  ૮૨૨                                   ૭૫

માર્ચ-૨૪       ૮૯૩                                   ૭૨     

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *