અમદાવાદ,
ગુરૂવાર

શહેરના મહમંદપુરા-બોપલ રોડ પર આવેલા કેફે પાસે બિલ્ડરે જમીન
મકાન લે વેંચ કરતા યુવક પર  ૧૩ લાખ રૂપિયાની
લેવડ-દેવડમાં ફાયરીંગ કરીને હત્યાની કોશિષ કર્યાની ઘટના ગુરૂવારે બની હતી. યુવકે બિલ્ડરની
બાપુનગરમાં ચાલતી  એપાર્ટમેન્ટની સ્કીમમાં બે
ફ્લેટ બુક કરાવ્યા હતા. જો કે તેણે કોઇ કારણસર સ્કીમ બંધ કરતા યુવકે નાણાં પરત માંગતા
ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે સરખેજ 
પોલીસે  તપાસ શરૂ કરી છે.
 શહેરના સેટેલાઇટમાં આવેલા ઇશાન-૩ એપાર્ટમેન્ટમાં રહેતા હરદત્તસિંહ
જાદવ જમીન અને મકાન લે વેચનું કામ કરે છે. હરદત્તસિંહ તેમના એક પરિચિત દ્વારા નિલેશ
ખંભાયતા (રહે. દ્વારકેશ બિલ્ડીંગ
,
જવાહર ચોક, મણિનગર)ના
સંપર્કમાં આવ્યા હતા. જે બાદ હરદત્તસિંહે  નિલેશની
બાપુનગરમાં ચાલતી સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જેના ૩૦ લાખ રૂપિયા ચુકવ્યા હતા.
જો કે
, કોઇ કારણસર
એપાર્ટેમેન્ટનો પ્રોજેક્ટ અટકી જતા હરદત્તસિંહે નાણાં પરત માંગ્યા હતા. જે પૈકી ૧૭
લાખ રૂપિયા નિલેશે પરત કર્યા હતા. જ્યારે બાકીના ૧૩ લાખ રૂપિયા પરત આપવામાં તે ગલ્લા
તલ્લા કરતો હતો. આ દરમિયાન ગુરૂવારે સવારે નિલેશે હરદત્તસિંહને ફોન કરીને બાકી નીકળતા
નાણાં ્અનુસંધાનમાં મળવા માટે  મહમંદપુરા-બોપલ
રોડ પર આવેલા  સેવન ઇલેવન કાફે પર બોલાવ્યા
હતા. જ્યાંથી કર્ણાવતી ક્લબ સામે આવેલી ખાણીપીણીની જગ્યાએ જવાનું નક્કી કરતા હરદત્તસિંહ
તેમની કારમાં બેઠા હતા. આ સમયે નિલેશે તેના સ્કૂટરની ડેકીમાંથી દેશી તંમચા જેવું હથિયાર
કાઢીને હરદત્તસિંહ પર તાંકીને ફાયરીંગ કર્યું હતું.  જે ગોળી બાવડામાંથી છાતીના પડખામાં ઘુસી ગઇ હતી.
જો કે બીજો રાઉન્ડ ફાયરીંગ થાય તે પહેલા જ હરદત્તસિંહે હિંમત કરીને કારને ભગાવી મુકી
હતી અને થોડે આગળ ગયા બાદ  તેમના ભાઇને ફોન
કર્યો હતો. બાદમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે
સરખેજ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને ફાયરીંગ કરનાર બિલ્ડર નિલેશ ખંભાયતાને ઝડપીને
વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *