અમદાવાદ, શનિવાર, 20 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસ પેટે
શનિવારે એક જ દિવસમાં રુપિયા ૮.૨૭ કરોડની આવક થઈ હતી. વીસ દિવસમાં પ્રોપર્ટી ટેકસ
પેટે રુપિયા ૧૫૩.૪૬ કરોડની રકમ કરદાતાઓએ ભરી હતી.મ્યુનિ.ને તમામ ટેકસ પેટે કુલ
રુપિયા ૧૮૫.૭૭ કરોડની આવક થઈ હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવ એપ્રિલથી એડવાન્સ ટેકસ
ભરપાઈ કરનારા કરદાતાઓ માટે રીબેટ ઈન્સેન્ટિવ યોજના અમલમાં મુકી છે.દરમિયાન ૨૦
એપ્રિલે એક જ દિવસમાં રુપિયા ૮.૨૭ કરોડની આવક પ્રોપર્ટી ટેકસ પેટે થઈ હતી.૧
એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધીમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે ૧૫૩.૪૬ કરોડ, પ્રોફેશન ટેકસ
પેટે રુપિયા ૧૯.૦૧ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૧૨.૨૦ કરોડ તથા ટીએસએફ ચાર્જ
રુપિયા ૧.૧૦ કરોડ મળી મ્યુનિ.તંત્રને તમામ ટેકસ પેટે રુપિયા ૧૮૫.૭૭ કરોડની આવક થવા
પામી હતી.અત્યાર સુધીમાં કુલ ૧.૭૭ લાખથી વધુ કરદાતાઓએ પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કરી
દીધો છે.