એઝાઝ સૈયદ, નરોત્તમ પરમારના બીજીવાર જામીન નામંજૂર
ટ્રાઇબલના મયૂર પરમાર, ગિરીશ પટેલની અરજી કોર્ટે ફ્ગાવી
14 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે તેમાંથી બે વોન્ટેડ

દાહોદમાં નકલી સિંચાઈ કચેરી મામલે ચાર્જશીટ બાદ પણ તપાસ ચાલી રહી છે.અત્યાર સુધી 14 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે અને બે વોન્ટેડ છે.ત્યારે ત્રણ આરોપીઓએ જામીન મેળવવા અરજી કરી હતી તે કોર્ટે ફ્ગાવી દીધી છે.જેમા એક આરોપીએ બીજી વખત જામીન અરજી કરવા છતાં કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી નથી.

દાહોદમાં અડધો ડઝન નકલી સિંચાઈ કચેરીઓ ખોલીને નકલી અને અસલી બાબુઓએ 25 કરોડ રુપિયાનુ કૌભાંડ આચર્યુ હોવાનો પર્દાફશ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.આ કૌભાંડમાં દાહોદના બે તત્કાલીન પ્રાયોજના વહીવટદારો, આજ કચેરીના પાંચ કર્મચારીઓ અને નાની સિંચાઈ ના કાર્યપાલક ઈજનેર સહિત 8 સરકારી બાબુઓ હવાલાતની હવા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત અડધો ડઝન ભેજાબાજો પણ જેલમા છે.એક સરકારી અધિકારી મદદનીશ પ્રયોજના વહીવટદાર વિશ્વદીપસિંહ ગોહિલ અને એક સાગરિત વસીમુદદીન સૈયદ હજી ફરાર છે.દાહોદ પોલીસે 3434 પાનાની દળદાર ચાર્જશીટ કોર્ટમા દાખલ કરી દીધી છે.ત્યારે આરોપીઓ પૈકીના બે આરોપીઓએ જામીન મેળવવા દાહોદ કોર્ટમાં અરજી કરી હતી..જેમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓ મયુર પરમાર અને ગીરીશ પટેલનો સમાવેશ થાય છે.આ બંન્ને આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.તેવા સમયે નહેરુ યુવા કેન્દ્રના પૂર્વ ઉચચ અધિકારી નરોત્તમ પરમારે પણ બીજી વખત જામીન માટે અરજી કરી હોવા છતાં કોર્ટે તેમની પણ અરજી ફ્ગાવી દીધી છે.ભાણેજ અને વ્યવસાયે ડોક્ટર એવા ડો સૈફ્અલી સૈયદ અને પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા પ્રદીપ મોરીનો સમાવેશ થાય છે. આ બન્ને આરોપીઓની જામીન અરજી કોર્ટે ફ્ગાવી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.જ્યારે અબુબકર સૈયદના ભાઈ એઝાઝ સૈયદે બીજી વાર જામીન મેળવવા અરજી કરી હતી તે પણ કોર્ટે આ અગાઉ રિજેક્ટ કરી દીધી હતી.અન્ય આરોપીએ પોલીસે ચાર્જશીટ દાખલ કરી તેના પહેલા પણ જામીન અરજી કરી હતી પરંતુ તે વખતે એઝાઝ સૈયદ સહિત અડધો ડઝન આરોપીઓની જામીન અરજીકોર્ટે નામંજૂર કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *