ડાક-ડકમરૂ હાથમાં લઇ હોદ્દેદારોની હાજરીમાં ચલણી નોટો ઉડી સુરેન્દ્રનગરની ઘટના અંગે લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે ભુવાઓ સાથે ધુણવું અને સાંકળ વિંઝવી એ શ્રધ્ધાનો વિષય છે તેને રાજકારણ સાથે લેવા-દેવા નથી

સુરેન્દ્રનગર, : સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારો સુધી પહોંચી તેમને રીઝવવાના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે તાજેતરમાં મુળીના લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈ ધુણતા નજરે પડયા હતા. જે અંગેનો વિડિયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ તાજેતરમાં મુળી તાલુકાના લીમલી ગામે શેખવાહા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે ડાક-ડમરૂનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના લોકસભાના ઉમેદવાર સહિતનાઓએ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા સહિતના હોદ્દેદારો ડાક-ડમરૂ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જે દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર અન્ય ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈ ડાક-ડમરૂના તાલે સાંકળ વિંઝતા તેમજ ધુણતા જણાઈ આવ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમ્યાન ચલણી નોટો પણ ઉડાડતા હતા. જે અંગેનો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અન્ય ભુવાઓ સાથે ધુણતા હોય તેવો વિડિયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. જ્યારે બીજી બાજુ મત મેળવવા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવી અને ત્યાં ધુણવું કેટલું યોગ્ય કહેવાય ? તેવા સવાલોએ પણ ચર્ચાનું જોર પકડયું છે. જો કે આ મામલે ઉમેદવાર ઋત્વિકભાઈનો ટેલીફોનીક સંપર્ક કરતા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભુવાઓ સાથે ધુણવું કે સાંકળ વિંજવી તે શ્રધ્ધાનો વિષય છે તેને રાજકારણ સાથે કાંઈ જ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *