સુરત,અમદાવાદની સાથે રાજકોટના ફા. સ્ટે.ની પસંદગી : વર્ષમાં 104 આગ બુઝાવી, કર્મચારી સામે  ઈન્કવાયરી  નથી, 6000ને અગ્નિશમન તાલીમ, 97 મોકડ્રીલ યોજી

રાજકોટ,:  રાજકોટ મહાપાલિકા સંચાલિત 7 ફાયર સ્ટેશનો પૈકી મવડી ફાયર સ્ટેશનને બેસ્ટ અગ્નિશામક દળ તરીકે રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરેલ છે. રાજ્યમાં આ ઉપરાંત અમદાવાદ અને સુરતના એક-એક ફાયર સ્ટેશનને પણ આ એવોર્ડ મળેલ છે. રાજકોટ મનપાએ આ માટે કાલાવડ રોડ અને મવડી રોડ ફાયર સ્ટેશનોનું નોમીનેશન કર્યું હતુ જેમાં મવડીની પસંદગી થઈ છે. 

ગાંધીનગરમાં અગ્રસચિવના હસ્તે આ એવોર્ડ રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને અપાયો હતો. તેમણે જણાવ્યું કે  શ્રેષ્ઠ ફાયર સ્ટેશન માટે કર્મચારીઓનું શિસ્ત, કર્મચારીઓ સામે કોઈ ઈન્કવાયરી નથી ચાલતી સહિત 11 મુદ્દા ધ્યાને લેવાયા હતા. મવડી ફાયર સ્ટેશને વર્ષમં કૂલ 104 આગ બુઝાવી છે, ૯૭ મોકડ્રીલ કરી છે અને આશરે 6000 નાગરિકોને આગ લાગે ત્યારે કઈ રીતે બુઝાવવી તેની તાલીમ આપી હતી. ઉપરાંત આ સ્ટેશનના વાહનો ક્યારેય બંધ પડયા નથી અને અપડેટ રખાયા છે.

તેમણે ઉમેર્યું કે શહેરના તમામ 7 ફાયર સ્ટેશન અને 1 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં કોઈ પણ બચાવનો કે આગનો કોલ આવે  ત્યારે મહત્તમ 3 મિનિટની અંદર ત્યાંથી ફાયર વાહન સાથે સ્ટાફે રવાના થવાનું હોય છે. રાજકોટમાં કનકરોડ અને બેડીપરા ફાયર સ્ટેશન વર્ષો જુના હોય તેનું નવીનીકરણ કરવા અગાઉ નક્કી થયેલ છે તેમજ રીંગરોડ પર નવા ફાયર સ્ટેશનનો પણ અગાઉ નિર્ણય લેવાયો છે. રાજકોટ  ફાયરબ્રિગેડ પાસે હાલ 275  કર્મચારીઓ અને 81 વાહનો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *