– સાંજે ભરચક ટ્રાફિક વાળા રોડ પર
અકસ્માત કરી વાહનચાલક ફરાર
– 41 વર્ષીય એકાઉન્ટન્ટ હિતેષ કમાર ખત્રી બાઇક ઉમરા સ્મશાનભૂમિ જતો હતો ત્યારે અજાણ્યો
વાહન ચાલક ટક્કર મારી ફરાર
સુરત,:
સુરત
સિટીમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે. ભરચક ટ્રાફિક વાળા ડુમસ રોડ પર વાહનચાલકે યુવાનને
ઉડાવી ફરાર થઇ હતો. સબંધીની અંતિમક્રિયા માટે ઉમરા સ્મશાનભૂમી જઇ રહેલા ભેસ્તાનમાં રહેતા યુવાનની બાઇકને શુક્રવારે
પીપલોદ એસવીએનઆઇટી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે
અજાણ્યા વાહને અડફટે લેતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન એકાઉન્ટન્ટ તરીકે કામ
કરતો હતો.
નવી
સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ ભેસ્તાન રેલવે ફાટક પાસે શશીરૃ હોમ્સમાં
રહેતો ૪૧ વર્ષીય હિતેષકુમાર મહેશચંદ્ર ખત્રી શુક્રવારે સાંજે બાઈક પર સંબંધીની
અંતિમ ક્રિયા હાજરી આપવા માટે ઉમરા સ્મશાન ભૂમી જવા નીકળ્યો હતો. તે સમયે
એસ.વી.એન.આઇ.ટી સર્કલથી કારગીલ ચોક જવાના રોડ પર એસવીએનઆઈટી બીઆરટીએસ બસ સ્ટેન્ડ
સામે કોઈ અજાણયા વાહને બાઇકને ટક્કર મારતા ગંભીર ઈજા થઇ હતી.
જેથી
તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને
મૃત જાહેર કર્યો હતો. જયારે તે મુળ અમદાવાદનો વતની હતો. તે એકાઉન્ટન્ટ તરીકે કામ
કરતો હતો. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.