– કોઇ
કારણસર લિંબાયતમાં આધેડ તથા મોટા વરાછાની યુવતી અને પાંડેસરામાં યુવાનએ આત્મહત્યા
કરી

 સુરત,:

સુરતમાં
આપધાતના પાંચ બનાવમાં બિમારીના લીધે પુણા પ્રોઢ અને લિંબાયતના આધેડ
, કોઇ કારણસર લિંબાયતમાં
આધેડ તથા મોટા વરાછાની યુવતીએ અને પાંડેસરામાં યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ
હતું.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણામાં સિતાનગર ચોક પાસે કિર્તીધામ સોસાયટીમાં રહેતા ૫૮
વર્ષીય છગનભાઇ ભોળાભાઇ બલદાણીયા બુધવારે બપોરે ઘરમાં પંખા સાથે કપડુ બાંધી ગળે ફાંસો
ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે
,
છગનભાઇ મુળ ભાવનગર જીલ્લામા જેસર તાલુકામાં બીલાગામના વતની હતા. તેમને
ત્રણ સંતાન છે. જોકે તેને મણકામાં તકલીફ હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ
ભર્યુ હતું. તે નિવૃત જીવન ગાળતા હતા.

બીજા
બનાવમાં લિંબાયતમાં સંજયનગરમાં રહેતા ૪૮ વર્ષીય હરીલાલ સોપીચંદ પાટીલ બુધવારે
સાંજે ઘરમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો જીવન ટુંકાવ્યું હતુ. પોલીસે
જણાવ્યુ કે
, હરીલાલ મુળ મહારાષ્ટ્રના વતની હતા. તેના હાથ-પગ, માંથા
સહિત શરીરમાં દુઃખાવોથી પીડાતા હતા. જેના લીધે તે ટેન્શનમાં  રહેતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે છુટક
કામ કરતા હતા.

ત્રીજા
બનાવમાં લિંબાયતમાં દતાત્ર્યે નગરમાં રહેતા ૪૮ અનારાવ સખારામ કોળી ગત રાતે ઘરમાં
કોઇ કારણસર હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તેને ત્રણ
સંતાન છે. તે વોચમેનનું કામ કરતા હતા.

ચોથા
બનાવમાં મોટા વરાછામાં ધ બ્લ્યુબેલ રેસીડન્સીમાં રહેતી ૧૯ વર્ષીય દ્રષ્ટી કિશોર
દેસાઇ બુધવારે રાતે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો
જીવન ટુંકાવ્યું હતુ. જયારે દ્રષ્ટી મુળ અમરેલીના વતની હતી. જોકે તે સુરત ખાતે
કાકાની સાથે રહેતી હતી. તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે. તે ઘરમાં ઓનલાઇન
કંપનીમાં કામ કરતી હતી.

પાંચમાં
બનાવમાં પાંડેસરામાં જય અંબેનગરમાં રહેતો ૨૨ વર્ષીય રાજકુમાર છોટેલાલ પ્રજાપતિ આજે
સવારે ઘરમાં અગમ્ય કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.
તે મુળ ઉતરપ્રદેશના ફતેપુરનો વતની હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *