– છેલ્લી ઘડીએ નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર સહીતના ટેકેદારો ગાયબઃ
સુરતના ચૂંટણી અધિકારીએ રવિવારે સવારે ૯ વાગ્યે સુનાવણી નિયત કરી
– દરખાસ્ત
કરનારાઓમાં નિલેશ કુંભાણીના બનેવી,
ભાણેજ અને ધંધાકીય ભાગીદાર : કોંગ્રેસની લીગલ
ટીમ સુરત પહોંચી, જરુર પડે હાઇકોર્ટમાં પીટીશન કરવાની તૈયારી
સુરત
સુરત
લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ
આજે ફોર્મ ચકાસણી દરમ્યાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન
કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી. એવી એફીડેવીટ અને નિવેદન આપતા જિલ્લા સેવાસદનમાં
હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સાજે છ વાગ્યા સુધી ધમાચકડી ચાલ્યા બાદ ચૂંટણી અધિકારીએ
રવિવાર ે સવારે ૧૧ વાગ્યે વધુ સુનાવણી રાખી છે. ફોર્મ માન્ય રાખવું કે નહી તેનો નિર્ણય
કાલે લેવાશે.
સુરત લોકસભા
બેઠક માટે ભરાયેલા ફોર્મ માટે આજે સવારે ૧૧ કલાકે શરૃ થયેલી સ્ક્રુટીની દરમિયાન ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ
દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો કે,
મારી માહિતી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુઇન નથી.
તે અંગે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયાને જાણ કરાઇ હતી. અને બપોરે ૧ વાગ્યે
સુનાવણી રખાઇ હતી. ૧૮ એપ્રિલે ફોર્મ ભરનાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં
દરખાસ્ત કરનાર તરીકે સહી કરનારા રમેશભાઇ બાવચંદભાઇ પોલરા, જગદીશ
નાનજીભાઇ સાવલીયા, ધુ્રવિન ધીરુભાઇ ધામેલિયાએ ચૂંટણી અધિકારી
સમક્ષ રૃબરૃ હાજર થઇને જણાવ્યું હતું કે, ઉમેદવારના ફોર્મમાં
તેમણે સહી કરી નથી. કે ફોર્મ ભરતી વખતે રૃબરુ આવ્યા નથી. આ અંગે તેમણે સોગંદનામું પણ
કર્યુ ંહતું.
જેથી
સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ નિલેશ કુંભાણીને નોટીસ આપીને જે
પણ વાંધો હોય તે રજુ કરવા બપોરે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. કોંગ્રેસના હાઇકોર્ટના એડવોકેટ બાબુ માંગુકીયા
અને નિલેશ કુંભાણી તેમજ તેમના વકીલે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ આ દાવો જ
ખોટો હોવાની દલીલો કરીને ૨૪ કલાકનો સમય
આપવા માંગણી કરી હતી. સાથે જ રીટર્નીગ ઓફિસર બુકમાં મહત્વના મુદ્દાઓ ટાંકીને ફોર્મ
રદ નહીં થઇ શકે તેવી દલીલો કરી હતી.
દરમિયાન
દરખાસ્ત કરનાર તરીકે નિલેશ કુંભાણીના ફોર્મમાં સહી કરી નથી તેવું સોગંદનામું કરનાર
ચારેય લોકો ભેદી રીતે ગાયબ થઇ ગયા છે. તેમના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યા હોવાથી
તેમનું અપહરણ કરાયું છે એમ કોંગ્રેસના નેતાઓ જણાવ્યું હતું. તે માટે પોલીસને અરજી કરવાની કાર્યવાહી પણ
કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરખાસ્ત કરનાર ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ
કુંભાણીના સગા અને નજીકના જ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી, ધુ્રવીન તેમનો ભાણેજ
અને રમેશ પોલરા તેમના ધંધાકીય ભાગીદાર છે.
દરમિયાન
આવતીકાલે રવિવારે સવારે ૯ વાગ્યે ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે સુનાવણી રાખવામાં
આવી છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવું કે નહી ? તે અંગે નિર્ણય
લેવાશે.
સેવા સદનમાં
ધમાચકડી ફોર્મ રદ થવાનું છે વાત ફેલાતા ટેકેદારો ધસી આવતા પોલીસે કિલ્લેબંધી કરી
કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા મોટી સંખ્યામાં
કાર્યકરો જિલ્લા સેવાસદન પહોંચતા લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને કોઇને પણ અંદર
પ્રવેશવાની મનાઇ ફરમાવી હતી. જેના કારણે કોગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના નેતાઓને
અંદર પ્રવેશવા દેવાયા ના હતા. ટુંકમાં જિલ્લા સેવાસદન ચારેબાજુથી પોલીસ બંદોબસ્તથી
ઘેરાઇ ગયુ હતુ. જિલ્લા કલેકટરની ચેમ્બરમાં જયાં હીયરીંગ ચાલતુ હતુ. ત્યાં કોઇને
ફરકવા પણ દેતા ના હતા.
એક જ ચર્ચા : ટેકેદારો હાજર થશે તો
શુ થશે અને ગેરહાજર રહેશે થશે તો શુ થશે ?
સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેકટર ડૉ.સોરભ
પારધીએ કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને દરખાસ્ત કરનારાઓએ ફોર્મમાં સહી નહીં હોવાની
એફીડેવીટ અને ઓન વિડીયો કેમરા નિવેદન આપ્યા બાદ નોટીસ આપી હતી. આ નોટીસ બાદ આવતીકાલ
રવિવારે ફૈસલો થશે. આથી આવતીકાલ શુ નિર્ણય આવશે તેના પર બધાની નજર રહેશે. શુ આવતીકાલે
કોગ્રેસ તરફથી દરખાસ્ત કરનારાઓને રજુ કરશે કે પછી નહીં રજુ કરશે ? અને જો નહીં રજુ કરશે તો
પછી શુ નિર્ણય લેવાશે ? ફોર્મ માન્ય ગણશે કે પછી રદ ગણાશે. હાજર
થઇને શુ કહે છે તે પર એક ચર્ચાનો વિષય બન્યો
છે. ટુંકમાં આવતીકાલ રવિવારે ચૂંટણી તંત્રનું પાણી મપાઇ જશે.
લોકસભા
ચૂંટણીનું આ ફારસ છે, છેલ્લી ઘડીએ એફીડેવીટ કેમ ?
નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ
દેસાઇ પણ જિલ્લા સેવાસદન ખાતે ધસી આવ્યા હતા. તેમને પણ પોલીસ અધિકારીઓએ અંદર જવા
દીધા ના હતા. આથી તેમણે બહાર પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા કે આ લોકસભાની
ચૂંટણીનું ફારસ છે. ઉમેદવારના ફોર્મમાં સહી નહીં હોવાની એફીડેવીટ છેલ્લી ઘડીએ કેમ ? આગામી દિવસોમાં
કોગ્રેસ હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરશે.