– ગૂમ
થયેલા પૈકી એક ઉમેદવારના સગા બનેવી છે છતા સંપર્કવિહોણા : ફોર્મ રદ કરવા ષડયંત્ર થયું છે
સુરત
સુરત
લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો ગૂમ થતા પોલીસને ફરિયાદ કરીને તમામને
શોધી કાઢીને આ ષડયંત્ર કરનાર સામે કાર્યવાહી કરવામાં માંગણી થઇ છે.
સુરત લોકસભા
બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ દરખાસ્ત કરનારા ગાયબ થઇ જતા ઉમરા
પોલીસ સ્ટેશન અને સુરત શહેર પોલીસ કમિશ્નરમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમાં જણાવાયું
છે કે, અમારા ટેકેદારોનો સંર્પક કરવાનો પ્રયત્ન
કરીએ છીએ. પરંતુ તેઓનો સંર્પક થઇ શકતો નથી. જેથી
દહેશત છે કે અમારા ટેકેદારનું અપહરણ થયેલ છે. ટેકેદારો અમારા અંગત છે. જે પૈકી
જગદીશ નાનુભાઇ સાવલીયા મારા સગા બનેવી છે.જેનો પણ સંર્પક થઇ શકતો નથી. મારુ ઉમેદવારી
ફોર્મ રદ કરવા માટે એક મોટુ ષડયંત્ર રચી મારા ટેકેદારોનુ અપહરણ કરવામાં આવેલ છે. જેથી
અમારી આ ફરિયાદ લઇ જરૃરી કાર્યવાહી કરી તેઓને શોધી ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રાખવા
અને ગુનેગારોને પકડી મંગાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી.
અધિકારીઓ
અને તંત્ર હજૂ ચૂપ કેમ છે ?
જે રમત રમાઇ, જે કરતૂતો થઇ તેને ખૂલ્લા
પાડીશું : કોંગ્રેસ પ્રવકતા
કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવુ તે નહીં ? તે અંગે રવિવારે નિર્ણય
લેવાય તે પહેલા આજે કોગ્રેસના મીડીયા
કન્વીનર અને પ્રવકતા મનીષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ચૂંટણી અધિકારીએ નિયમ
વિરુદ્ર બે થી ચાર કલાકનો સમયમાં અમારી વાત રજુ કરવા જણાવ્યુ તે નિયમ વિરુદ્ર છે. જે રમત રમાઇ છે અને જે કરતુતો
થયા છે. તે અમે આવતીકાલે ખુલ્લા પાડીશુ. ભાજપ પ્રશાસનનો દુરઉપયોગ કરી રહ્યુ છે.
અધિકારીઓ અને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે ? કોગ્રેસ પક્ષની
લીગલ ટીમ દ્વારા હાલ તમામ પાસાઓ ચકાસીને કાનૂની લડત આપશે.