IPL 2024, DC vs SRH: IPL 2024ની 35મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી મોટો પરાજય આપ્યો હતો. 267ના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં જ 199 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી દિલ્હીની હાર છતાં જેક ફ્રેસર મેકગર્કે પોતાની ધમાકેદાર બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. ફ્રેસરે પોતાની બેટિંગથી તોફાન મચાવી હૈદરાબાદના ધબકારાં વધારી દીધા હતાં. ફ્રેસરે 18 બોલમાં 65 રન બનાવ્યા હતા જેમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. આદરમિયાન ફ્રેસરે વોશિંગ્ટન સુંદરની એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા. તેણે આ ઓવરમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ફ્રેસરે 15 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. IPLની વર્તમાન સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી ફિફ્ટી રહી છે.

ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો

જેક ફ્રેસર હવે IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ફ્રેસરે ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો છે જેણે 2016ની સિઝનમાં 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. જેક ફ્રેસરને રિષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સે ખૂબ જ સસ્તામાં ખરીદ્યો હતો. તે ઈન્જર્ડ થઈ ચૂકેલા લુંગી એનગિડીના સ્થાને ટીમમાં આવ્યો હતો. ફ્રેસરને દિલ્હીએ તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *