અમદાવાદ, ગુરુવાર,18 એપ્રિલ,2024

અમદાવાદમાં ઢોર નિયંત્રણ અંકુશ પોલીસીનો અમલ કરવામાં આવી
રહયો છે.આ પોલીસી અંતર્ગત કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ-પરમીટ લેવા જરુરી છે. આ
પ્રકારના લાયસન્સ કે પરમીટ વગર રાખવામા આવેલા ચાર ઘોડા તથા આઠ બળદ ત્રણ મહિનામાં
મ્યુનિસિપલ તંત્રે જપ્ત કર્યા છે.ઉપરાંત રોડ ઉપરના ટ્રાફિકને અડચણરુપ બનતા ઉંટ
તેમજ બળદ ગાડા પણ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઢોર નિયંત્રણ
પોલીસીનો અમલ કરાવવામાં આવી રહયો છે.આ પોલીસી અંતર્ગત કોઈ પણ પશુ રાખવા માટે
લાયસન્સ કે પરમીટ મેળવવા આવશ્યક બન્યા છે.પોલીસીના અમલને પગલે શહેરના વિવિધ રસ્તા
ઉપર રખડતી ગાયોની સમસ્યા મહદઅંશે ઉકેલાઈ હોવાનું જોવા મળી રહયુ છે.પરંતુ ઢોર અંકુશ
પોલીસી અંતર્ગત શહેરમાં કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ કે પરમીટ લેવા જરુરી છે.આ કારણથી
જ સી.એન.સી.ડી.વિભાગે ત્રણ મહિનામાં પીપળજ ઉપરાંત ઓઢવ
, સિંગરવા, સરસપુર તથા
કઠવાડા જેવા વિસ્તારમાંથી  ચાર ઘોડા તથા આઠ
બળદ જપ્ત કરવામાં આવ્યા છે.ઉપરાંત જાહેર માર્ગ ઉપર પશુને ઉભા રાખી  ટ્રાફિક જામ કરવામા આવતો હોવાનુ મ્યુનિ.તંત્રના
ધ્યાનમાં આવતા કેટલાક લોકોના ઊંટ તથા બળદ ગાડા પણ તંત્ર તરફથી જપ્ત કરવામા આવ્યા
છે.

ડીહાઈડ્રેશન ના થાય એ માટે ગાયોને ખાસ લાડુ અપાય છે

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઢોરવાડા ખાતે રાખવામાં આવેલી
ગાયોને ડીહાઈડ્રેશન ના થાય તે માટે મિનરલ
,સોલ્ટ
અને સુગરમાંથી તૈયાર કરવામાં આવેલા ખાસ લાડુ આપવામાં આવી રહયા છે.અલગ અલગ ઢોરવાડા
ખાતે ગ્રીન નેટ બાંધવામાં આવી છે. સ્પ્રીન્કલર દ્વારા સમયાંતરે પાણીનો છંટકાવ
કરવામાં આવી રહયો છે.સ્પ્રીન્કલરથી પાણીના છંટકાવ તથા પંખાના કારણે ઢોરવાડાના
તાપમાનમાં ઘટાડો કરવામા આવી રહયો છે.સી.એન.સી.ડી.વિભાગના અધિકારી નરેશ રાજપૂતે
કહયુ
, આગામી
બે-ચાર દિવસના સમયમાં ઢોરવાડા ખાતે વોટર કુલર મુકવામા આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *