Ahmedabad: અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે જેમાં ચાર લોકો દટાયા છે. આ ઘટનામાં બે લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અસારવા વિસ્તારમાં બની દુર્ઘટના
અમદાવાદના અસારવા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં લગભગ 4 લોકો દટાઈ ગયાં હતાં. અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર બે લોકો ઓન ધ સ્પોટ જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ છે. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. દિવાલ ધરાશાયી થવાને કારણે કાર, રીક્ષા, ટુવ્હીલર વાહનો દબાઈ ગયા હતા. હાલ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.