ડ્રાઈવરે કાર પર કાબૂ ગુમાવી દેતાં પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા દુર્ઘટના બની
મોરબી, : મોરબીના વિસીપરામાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો કારમાં નેકનામ પડધરી રોડ પરથી જતા હોય ત્યારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બંને સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત થયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારી રોડની નીચે ઉતારી ગઈ હતી જે અકસ્માતને પગલે મરણચીસોથી આકાશ ગુંજી ઉઠયું હતું કારમાં સવાર શોયબ હૈદર જેડા (ઉ.વ.૩૭) અને અલ્તાફ હૈદર જેડા (ઉ.વ. 24) રહે બંને વિસીપરા મોરબી વાળા સગા ભાઈઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા
જયારે કારમાં સવાર શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા (ઉ.વ 19) અને સંજય અવચરભાઈ જંજવાળીયા (ઉ.વ. 21) રહે મોરબી વાળાને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટ ખસેડાયા છે જે બનાવને પગલે ટંકારા પોલીસ મથકના પીએસઆઈ ગઢવી, અકીલભાઈ બાંભણીયા, બીપીનભાઈ પટેલ અને રાજુભાઈ સહિતનો કાફલો દોડી ગયો છે અને અકસ્માતના બનાવની ધોરણસરની તપાસ ચલાવી છે.