ટોક્યો, 17 એપ્રિલ,2024 , બુધવાર
ગુસ્સા પર નિયંત્રણ મેળવવું ખૂબજ અઘરું હોય છે, વિપરિત સંજોગોમાં માણસ જો પોતાના ગુસ્સાને સંભાળી લે તો ઘણી મુશ્કેલીઓમાંથી બચી જાય છે. જાપાની સંશોધકોની ટીમના જણાવ્યા અનુસાર લાગણીઓને લખીને વ્યકત કરીને ગુસ્સા ઓછો કરી શકાય છે. આ અંગે સાયન્ટિફિક રિપોર્ટસ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ રિપોર્ટ અનુસાર પ્રયોગ દરમિયાન સંશોધક લેખક નોબોયુકીને આશા હતી કે આ રીતે ગુસ્સા પર અમૂક હદ સુધી કાબુ મેળવી શકાશે પરંતુ પરીણામ ખૂબજ સકારાત્મક મળ્યું હતું. કવાઇ નાગોયા કોગ્નિટીવ સાયન્સના પ્રોફેસર છે.
આ પ્રયોગમાં ૧૦૦ જેટલા સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. જેમાં વિવિધ સામાજિક મુદ્વાઓ પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વિચારો પ્રગટ કર્યા પછી તેમને હળવાશ અને રાહતનો અનુભવ થયો હતો. મગજ પરથી ભાર ઓછો થયો હોય તેવો અનુભવ થયો હતો. એવા કેટલાક વિષયો જેમ કે જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પાબંદી હોવી જોઇએ વગેરેનો સમાવેશ થતો હતો. નાગોયા યુનિવર્સિટીમાં પીએચડીના સ્ટુડન્ટ દ્વારા લેખિત મંતવ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
પ્રયોગ સાથે જોડાયેલા લોકોએ કંઇ પણ લખ્યું હોય પરંતુ મૂલ્યાંકન કરવાવાળાએ બુધ્ધિમત્તા, રુચિ, મિત્રતા, તર્ક અને ઔચિત્યના આધારે ઘણા ઓછા માર્કસ આપ્યા હતા. એટલું જ નહી અપમાનજનક ફીડબેક પણ આપ્યા હતા. મને વિશ્વાસ નથી પડતો કે ભણેલા ગણેલા માણસો આવું વિચારી શકે. અમને આશા છે કે યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન આ લોકો કશુંક શીખશે. ત્યાર પછી પ્રયોગમાં જોડાયેલા સ્ટુડન્ટસ બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. અડધા સ્ટુડન્ટસને કાગળ ઉપર પોતાની લાગણીઓ પ્રગટ કરી હતી. ત્યાર પછી કાગળના ટુકડા કરીને ફેંકી દીધા હતા. બીજા જૂથે કાગળને એક પારદર્શક ફોલ્ડરમાં ફરી એક બોકસમાં રાખ્યા હતા.
રિસર્ચ રિપોર્ટ અનુસાર દરેક વિધાર્થીમાં અપમાન પછી ગુસ્સાનું લેવલ જુદા જુદા પ્રકારનું રહયું હતું. જે સમુહે કાગળ પર પોતાની ભાવનાઓ પ્રગટ કરીને કાગળ ફાડી નાખ્યો તેમનો ગુસ્સો અને નકારાત્મક લાગણીઓ જલદી ખતમ થઇ ગઇ હતી. જો કે સંશોધકોએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ સંશોધનનો ઉપયોગ ગુસ્સાના નિવારણના અનૌપચારિક તરિકાઓ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ઘર કે કામના સ્થળે ગુસ્સાને કાબુમાં રાખવો એ ગુસ્સાને નિયંત્રિત કરવાથી અંગત જીંદગી અને નોકરીમાં નકારાત્મક લાગણીઓ ઘટાડી શકાય છે.