Lok Sabha Elections 2024 : ગુલામ નબી આઝાદે ચોંકાવનારી જાહેરાત કરી છે કે, ‘હવે હું લોકસભા ચૂંટણી નહીં લડે.’ આ પહેલા તેમણે તેમની જ પાર્ટી DPAP (ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી)એ અનંતનાગ બારામુલા બેઠકથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાંથી હવે તેમણે નામ પરત લઈ લીધું છે.
ગુલામ નબી આઝાદે અનંતનાગમાં પાર્ટી બેઠકમાં લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. હવે આ બેઠક પર સીધો મુકાબલો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે થશે. ભાજપે અત્યાર સુધી અહીં પોતાના પત્તા નથી ખોલ્યા. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં કહ્યું કે, કાશ્મીરમાં ભાજપ કોઈ ઉતાવળમાં નથી.
ભાજપ તરફથી ઉમેદવાર ન ઉતારવા પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, ‘ભાજપને કાશ્મીરમાં પોતાની હારનો અહેસાસ છે, એટલા માટે તે નથી લડી રહી.’