Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનો પ્રચાર બુધવાર (17 એપ્રિલ, 2024)ના રોજ સાંજે છ વાગ્યાથી શાંત થયો. ભારતીય ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ‘લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર નોર્થ ઈસ્ટમાં બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ થયો હતો, જ્યારે દેશના બાકીના ભાગોમાં આ સાંજે છ વાગ્યે પૂર્ણ થયો.’ 

દિવસે આ પહેલા તમામ મુખ્ય રાજકીય પાર્ટીઓએ રેલી-રોડ શો અને જનસભાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસમાં આસામના નલવાડી પહોંચ્યા, જ્યાં તેમણે એક રેલીમાં કહ્યું કે, ‘ચાર જૂને પરિણામ શું આવવા જઈ રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવામાં લોકો કહે છે કે, ચાર જૂન, 400 પાર! ફરી એકવાર મોદી સરકાર.’

તો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં સવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને સપાના અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને આ દરમિયાન તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. ઈન્ડિયા ગઠબંધન તરફથી આ દરમિયાન એક વીડિયો સોન્ગ પણ જાહેર કરાયું, જેમાં વર્ષ 2017થી લઈને અત્યાર સુધી અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના એકસાથે વીડિયો અને ફોટા સામેલ છે.

આ વચ્ચે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સહારનપુરમાં પહેલા રોડ શો કર્યો. તેમણે લગભગ 25 મિનિટમાં 1.5 કિલોમીટરની યાત્રા કરી અને કહ્યું કે, હું તમામ જગ્યાએ એ જ કહી રહી છું કે આ ચૂંટણી જનતાની હોવી જોઈએ. લોકોના મુદ્દાઓ પર થવી જોઈએ. વડાપ્રધાન મોદી અને ભાજપ નેતા બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો, મહિલાઓની વાત નથી કરી રહ્યા. તેઓ આમ તેમ ધ્યાન ભટકાવવાની વાત કરી રહ્યા છે. જે સત્તામાં બેઠા છે, તેઓ માતા શક્તિ અને સત્યના ઉપાસક નથી, સત્તાના ઉપાસક છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ક્યાં મતદાન થશે?

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલ, 2024ના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 21 સ્થળોએ કુલ 102 બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન અરુણાચલની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની પાંચ, મણિપુરની બે, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, રાજસ્થાનની 12, સિક્કિમની એક, તામિલનાડુની 39, ત્રિપુરાની એક, યુપીની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ચિમ બંગાળની ત્રણ, આંદામાન અને નિકોબાર ટાપુઓની એક, જમ્મુ અને કાશ્મીરની એક, લક્ષદ્વીપની એક અને પુડુચેરીની એક બેઠક પર મતદાન થશે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 16 માર્ચ, 2024ના રોજ પ્રેસનોટ જારી કરાઈ હતી. ત્યારબાદ 20 માર્ચ 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નામાંકન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ, 2024 હતી, તેથી તેમની ચકાસણી 28 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવી હતી. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ, 2024 હતી, જ્યારે 19 માર્ચ, 2024ના રોજ મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. આ ચૂંટણી યોજવાની છેલ્લી તારીખ 6 જૂન, 2024 છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *