ભુજ,મંગળવાર
વર્તમાનમાં જ્યારે નર્મદાના નીર મળવામાં તકલીફ પડતાં પાણીની તંગી સર્જાઈ ત્યારે ભુજના તળાવો જીવંત હોત તો આવી પરિસિૃથતી ઊભી ના થઈ હોત. આ હકીકત સાથે ભુજના તળાવોના સંરક્ષણ અને નોંધણી માટે કાર્યરત નાગરિકોના જૂાથે ભાડા, કલેક્ટર, નગરપાલિકા તેમજ ગુજરાત માનવ અિધકાર આયોગને લેખિત પત્ર પાઠવી ભુજના તળાવોની નોંધણી કરીને તેનું અિધકૃત ગેઝેટ બહાર પાડવા અનુરોધ કર્યો છે.
નાગરિકોના પત્રમાં ઉલ્લેખાયું છે તેમ ભુજમાં ધબેરાઈ અને જીવણરાય જેવા તળાવો હયાત તો છે પરંતુ ભુજ ડેવલેપમેન્ટ પ્લાન (ડીપી) ૨૦૨૫માં દેખાતા નાથી. તદુપરાંત જે તળાવો ડીપીમાં છે એ તળાવો રેવેન્યુ રેકર્ડમાં નોંધાયેલા નાથી. પરિણામે આ તળાવો પર ઝડપાથી અતિક્રમણ થઈ રહ્યુંં છે જેના કારણે તળાવોનું અસ્તિત્વ જોખમાઇ રહ્યું છે.
ભુજના ભુજ ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ૨૦૨૫માં તળાવો ઉપરાંત તળાવોને ભરતા કેચમેન્ટ – આવક્ષેત્રોને દર્શાવવા પણ ખૂબ જ મહત્વના છે જે ના હોવાના કારણે આ આવક્ષેત્રો પર સરળતાથી અતિક્રમણ કરવામાં આવે છે અને તળાવોની આવક અને જાવકમાં અવરોધો ઊભા થાય છે. આવ પર દબાણો થવાના કારણે જ્યારે આ તળાવો ભરાતા નાથી ત્યારે તેમાં કાં તો કાટમાળ અને કચરો નાખી દેવામાં આવે છે અન્યાથા ડેવલપર્સ કે ખાનગી લોકો દ્વારા તેના પર બાંધકામ કરી દેવામાં આવે છે.
આવા અનેક કિસ્સાઓમાં, સંબંિધત નાગરિકો દ્વારા ઔપચારિક ફરિયાદો કરવા છતાં સંબંિધત અિધકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નાથી. તેાથી, ભુજ ડેવલપમેન્ટ પ્લાન ૨૦૨૫માં તમામ તળાવો અને પાણીની ચેનલોને ઓળખવાનું અત્યંત મહત્વનું બની રહ્યું છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલેપમેન્ટ એક્ટ ૧૯૭૬ની કલમ ૧૯ હેઠળ આ તળાવોનું અિધકૃત ગેઝેટ બહાર પાડવા માટેની પ્રક્રિયા શરૃ કરવા માટે શહેરના તળાવોની વિગતો સાથેના દસ્તાવેજો તંત્રને પૂરા પાડવામાં આવ્યા છે જે અંતિમ વિકાસ યોજનામાં વિવિાધતાના અિધકૃત ગેઝેટ માટેની પ્રક્રિયાને નિાર્ધારિત કરે છે. તળાવોના સત્તાવાર ગેઝેટ માટે જરૃરી કાર્યવાહી કરવામાં આવે તેમજ ભુજ ડીપીમાં પાણીની ચેનલો અને કેચમેન્ટ વિસ્તારોનું સીમાંકન કરવામાં આવે જેાથી આ તળાવોને બચાવી શકાય જે આપણી ભાવિ પેઢીઓ માટે ભુજ શહેરની જળ સુરક્ષા સુનિશ્ચિંત કરવા માટે જરૃરી છે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.