ભુજ,મંગળવાર
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત રાજયમાં ૨૬ લોકસભાની બેઠકો માટેની ચૂંટણી જાહેર કરી તા.૧૨થી તા.૧૯ મી સુાધી ઉેમેદવારી ફોર્મ સ્વીકારવાનું જાહેરનામું પ્રસિધૃધ કરતા આજરોજ કચ્છમાં પણ ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે રેલી યોજી જંગી જાહેરસભા સંબોધી પોતાનું ઉમેદવારીપત્રો રજૂ કરી દીધા હતા. જિલ્લા માથક ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અિધકારી સમક્ષ ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.
આગામી તા. ૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. આજે, મંગળવારે કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. ભાજપના ઉમેદવારે આજે ફોર્મ ભર્યું તે પૂર્વે તેઓએ રોડ શો યોજ્યો હતો જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કચ્છના તમામ ધારાસભ્યો અને કચ્છ-મોરબીના ભાજપના આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નામાંકિત ગાયક કલાકારો પણ રોડ શો માં જોડાયા હતા. ભુજમાં ભાજપના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ પાટીલે ભાજપના ઉમેદવાર પાંચ લાખાથી વધુની લીડ મેળવી વિજયી થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે પોતાના ઉદ્બબોધનમાં વડાપ્રાધાનના કચ્છ પ્રત્યેના પ્રેમ અને વિકાસગાથાને દોહરાવી હતી તેમજ કોંગ્રેસના શાસનમાં કચ્છમાં માળખાકીય સુવિાધાનો અભાવ વર્તાયો હોવાના અનેકવિાધ આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ રજૂ કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા તે પૂર્વે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કચ્છના કોંગી આગેવાનો અને કાર્યકરોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છના મતદારોને ભાજપની ભ્રામક ગેરંટીમાં ન ફસાવવા અપીલ કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. છેલ્લા ૧૦ વર્ષાથી ભાજપની સરકાર પ્રજાને મુર્ખ બનાવી રહી છે. ઉદ્યોગપતિઓના સપના પુરા કરતી ભાજપની સરકારને કોંગ્રેસ આ વખતે જાકારો આપશે તેવો દાવો કર્યો હતો.
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. બન્ને મુખ્ય પક્ષના ઉમેદવારી પત્રો આજે ભરાયાં છે ત્યારે પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૃ થઈ જશે.
કુલ ૫૮ ફોર્મ લઈ જવાયાં, ત્રણ ફોર્મ ભરાયા
કચ્છ- મોરબી લોકસભા ચૂંટણી માટે પ્રાથમ દિવસે ૧૩ વ્યકિતઓ દ્વારા ૨૭ ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમવારે ૮ વ્યકિતઓ ૨૧ ફોર્મ લઈ ગયા હતા. જયારે આજે વધુ ૧૦ ફોર્મ ઉપડતા કુલ સંખ્યા ૫૮ ફોર્મ ઉપાડની સંખ્યા ૫૮ થઈ છે. જેની સામે ૩ ફોર્મ આજે ભરાયા હતા. જેમાં, ભાજપ- કોંગ્રેસ સહિત બ.સ.પા.ના ઉમેદવાર વિજયભાઈ ભચરાએ આજે ફોર્મ ભર્યું હતું.