– હિટ એન્ડ રનનો બનાવ
– અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર : ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : માલવણ ચોકડી નજીક પગપાળા જઇ રહેલા પરપ્રાંતિય શ્રમિકને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે બજાણા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ.
જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.