Lamborghini Set On Fire: પૈસાની વેલ્યુ કરો તો રાખ પણ લાખ છે અને ના કરો તો કરોડો પણ કોરા છે.
હૈદરાબાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણી જોઈને એક મોંઘીદાટ કારને આગને
હવાલે કરવામાં આવી છે. હૈદરાબાદ શહેરની હદમાં અંદાજિત 1 કરોડ રૂપિયાની ફેન્સી સ્પોર્ટ્સ કારમાં આગ
લાગી હતી. સોમવારે પીળી લેમ્બોર્ગિની ગેલાર્ડો સળગતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા
પર વાયરલ થયો હતો. આ અંગે વધુ તપાસ કરતા પોલીસને અનોખું રહસ્યમદ સત્ય સાંપડ્યું
હતુ.
સોશિયલ મીડિયા પર
વીડિયો શેર થતાની સાથે જ લોકોએ શહેરમાં મોંઘા વાહનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત
કરી હતી. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર કારના માલિક સાથેના વિવાદને કારણે કાર
વેચનારા બે લોકોએ કારને સળગાવી દીધી હોવાની માહિતી છે. આ ઘટના 13મી એપ્રિલની સાંજે બની હતી, જ્યારે આ કારને હૈદરાબાદના મામીદિપલ્લી રોડ પર
લાવવામાં આવી હતી.
પૈસાના વિવાદને કારણે
લેમ્બોર્ગિની સળગાવી :
પોલીસના જણાવ્યા
અનુસાર નીરજ તેની 2009ની લેમ્બોર્ગિની
વેચવા માંગતો હતો. ખરીદનાર શોધવા માટે તેણે તેના મિત્રોની મદદ માંગી હતી. તેના એક
મિત્રને અહેમદ નામનો એક વ્યક્તિ મળ્યો જેણે કાર ખરીદવામાં રસ દાખવ્યો હતો. વાતચીત
દરમિયાન અહેમદે નીરજના મિત્ર અમન હૈદરને 13 એપ્રિલે કાર ફાર્મહાઉસમાં લાવવા માટે જણાવ્યું પરંતુ, નક્કી કરેલી જગ્યા તરફ જવાને બદલે અમન તેના
અન્ય મિત્ર હમદાન સાથે હૈદરાબાદ એરપોર્ટ તરફ ગયો. અહીં જ તેનો સામનો અહેમદ અને
તેના સાથીઓ સાથે થયો હતો. આ પછી આ ચોંકાવનારી ઘટના બની અને અમનને પણ કંઈ ખબર ન પડી
અને કારમાં આગ લાગી ગઈ.
નુકશાનીમાં કાર
ફૂંકી મારી :
અહમદ અને તેના
કેટલાક મિત્રો કારને શહેરની બહાર લઈ જાય છે અને તેના પર પેટ્રોલ રેડીને તેને
સળગાવી દે છે. અહમદના મતે નીરજ તેના બાકી પૈસા ચૂકવતો ન હતો અને અમનના આ મુદ્દાને
ઉકેલવાના અગાઉના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા તેથી તેણીએ કથિત રીતે નીરજની
મોંઘીદાટ કારને સળગાવીને બદલો લેવાનું નક્કી કર્યું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં
સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કાર માલિકનો આ મિત્ર અહેમદ મુખ્ય
આરોપીને ઓળખતો હતો.