જૂનાગઢના સ્ટેશન રોડ આવેલા પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવીને રોજમેળ તથા હિસાબમાં ખોટી એન્ટ્રી કરી રૂપિયા 35.52 લાખની ઉચાપત કરેલી ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ મામલે તપાસ હાથધરી છે,તો પેટ્રોલ પંપના માલિકને આ વાતની ખબર પડતા તેમણે પહેલા પોલીસમાં કરી હતી અરજી.
પોલીસે નોંધી ફરિયાદ
જૂનાગઢના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા કિરીટ ફ્યુલ પેટ્રોલ પંપના માલિક વિરમભાઈ નંદાણીયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મેનેજર તરીકે કામ કરતા રિઝવાન કુરેશીએ વિરમભાઈને વિશ્વાસમાં લઈ મેનેજર તરીકે ન હોતા તેમ છત્તા દૂર ઉપયોગ કરી તારીખ 16-12- 2012 થી 15-8-2024 સુધીમાં પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવી વેચાણમાં તફાવત ઊભો કરી અને રોજમેળમાં ખોટી એન્ટ્રીઓ તેમજ હિસાબો રજૂ કર્યા હતા.ટેન્કરમાં ડીઝલ નાખવાના ખોટા હિસાબો દર્શાવી રૂપિયા 35.52 લાખની ઉચાપાત કરી છે.
અન્ય કોઈ સામેલ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરી
પેટ્રોલ પંપના મેનેજર રિઝવાન કુરેશીની તમામ હરકતો સામે આવી જતા તેમણે રૂપિયા 5.4 લાખ વિરમભાઈ ધંધાને ચૂકવી આપ્યા હતા બાકીના 30 પણ 47 લાખની રકમ પરત આપી ન હતી અને એક વાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન મળતા આખરે નંદાણીયા એ ફરિયાદ નોંધાવી હતી અને પેટ્રોલ પંપના મેનેજર રિઝવાન કુરેશી સામે છેતરપિંડી દાખલ કરી તેની અટક કરવામાં આવી છે.આપ આ પૈસાનું શું કર્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ઉચાપતમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે જૂના હિસાબો પણ માંગ્યા
આ સમગ્ર કૌંભાડની પાછળ પોલીસે તપાસ માટે જૂના હિસાબો પણ માંગ્યા છે,આ છેતરપિંડી લાંબા સમયથી થતી હોવાથી પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,અન્ય કર્મચારીઓ કે જેઓ પેટ્રોલ પંપ પર ફરજ બજાવી રહ્યાં છે તેમની પણ પોલીસે પૂછપરછ હાથધરી છે,આવી રીતે વિશ્વાસઘાત કરીને રૂપિયા ચાંઉ કરી જવા એ યોગ્ય વાત નથી,પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.