– યુદ્ધવિરામથી ઇઝરાયેલી નાગરિકો નારાજ, રસ્તા પર ઉતર્યા
– ઇઝરાયેલે યુદ્ધવિરામ પહેલા લેબનોનમાં 25થી વધુ સ્થળોને લક્ષ્યાંક બનાવી હુમલો કરતાં 12ના મોત અનેક ઘાયલ
તેલઅવીવ : ઇઝરાયેલે લેબનોન સાથેની યુદ્ધવિરામ સંધિના બીજા જ દિવસે સાઉથ લેબનોનમાં એરસ્ટ્રાઇક કરી છે. તેણે હીઝબુલ્લાહ પર યુદ્ધવિરામ સંધિત તોડવાનો આરોપ મૂકતા આ હુમલો કર્યો છે. રોકેટ સ્ટોરેજ ફેસિલિટી ખાતે ઇઝરાયેલે હીઝબુલ્લાહની પ્રવૃત્તિ જોતાં આઇડીએફે હુમલો કર્યો હતો. ઇઝરાયેલે હીઝબુલ્લાહે આ યુદ્ધવિરામ ક્યાં તોડયો તેની વિગત આપી ન હતી.