– ગેંગ કેસ તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં
– એસઓજીએ બાતમીના આધારે બસ સ્ટેશન પાસેથી દબોચી લીધો
સુરેન્દ્રનગર : લીંબડી તેમજ ધ્રાંગધ્રા પોલીસ મથકે નોંધાયેલ ગેંગ કેસ તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસેથી ઝડપી લઇ બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી