અમદાવાદ, ગુરુવાર
પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીઓના બનાવો વધતા મહિલાઓને સુરક્ષા સામે સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગીતા મંદિર રોડ ઉપર મહિલા ચાલતી હતી ત્યારે દારુમાં ધૂત શખ્સે મહિલા સાથે અણછાજતું વર્તન કરીને વિભત્સ ભાષાનો ઉપયોગ કરીને મહિલાની છેડતી કરી હતી. એટલું જ નહી મહિલાએ તેની માતાને જાણ કરતો તો આરોપીએ આવીને મહિલાને કહ્યું કે તારી જેવી કેટલીયે રાખું છું. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે છેડતી સહિતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગીતા મંદિર નજીક જાહેરમાં મહિલાએ તેની માતાને વાત કરી તો આરોપીએ કહ્યું તારા જેવી કેટલીયે રાખુ છું કાગડાપીઠ પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી