અમદાવાદ, શનિવાર 

વસ્ત્રાલમાં આવેલી સોસાયટીના સિક્યોરીટી ગાર્ડે રજીસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ આપવાની વાત કરતા ત્રણ શખ્સોએ મારા મારી કરી હતી. મારા મારી  કરતા શખ્સોને સોસાયટીના રહીશો ઝઘડો નહી કરવા સમજાવવા જતા બે યુવક પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને  ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણે શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. 

તમારે શું લેવા દેવા વચ્ચે કેમ પડયા કહી બે યુવકોને ઘા માર્યા એક યુવકનું આંતરડું પણ બહાર કાઢી કાઢ્યું  રામોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો

વસ્ત્રાલમાં રહેતા આધેડે નારોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેઓ ઘરે પરિવાર સાથે હાજર હતા ત્યારે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે ત્રણ શખ્સો મારા મારી કરતા હતા. જેથી તેઓ તેમના પુત્ર તથા સોસાયટીના બીજા સભ્યો ઘરમાંથી બહાર નીકળીને સિક્યુરિટી કેબીન પાસે પહોચ્યા હતા અને ઝઘડો કરી રહેલા ત્રણ અજાણ્યા શખ્સોને સમજાવવા જતા શખ્સોએ પિતા અને પુત્ર સાથે તકરાર કરવા લગ્યા હતા. 

આ સમયે  એક શખ્સે તેની પાસે રહેલ તીક્ષણ હથિયારથી ફરિયાદીના પુત્રને પેટમાં જમણી બાજુ મારી દેતા આંતરડું બહાર આવી ગયું દરમિયાન સોસાયટીમાં રહેતો યુવક વચ્ચે પડતા તેમને પણ પેટમાં તીક્ષણ હથિયારના ઘા મારી દીધા હતા. બન્નેને લોહી લુંહાણ કર્યા બાદ પણ સિક્યુરિર્ટી તથા સોસાયટીના બીજા શખ્સો સાથે મારા મારી કરવા લાગ્યા હતા. બાદમાં સોસાયટીના બીજા સભ્યો ભેગા થઈ જતા ત્રણેય શખ્સો ધમકી આપીને નાસી ગયા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ બન્ને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *