અમદાવાદ,શનિવાર,13
એપ્રિલ,2024

અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર
રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને સંપૂર્ણ દુર કરી
બ્રિજના સુપર સ્ટ્રકચરને નવેસરથી કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે બનાવવા ત્રણ
તજજ્ઞાોની પેનલે ૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કમિશનરને આપ્યો હતો. તજજ્ઞાની
પેનલના રીપોર્ટના એક વર્ષ બાદ પણ હાટકેશ્વર બ્રિજને નવેસરથી બનાવવા અંગે
મ્યુનિસિપલ તંત્રમાં તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ છે.અગાઉ બ્રિજના રીપેરીંગને લઈ
બે વખત ટેન્ડર કરાયુ હતુ.જેમાં કોઈએ રસ ના દાખવતા ત્રીજી વખત રુપિયા ૫૩ કરોડના
ખર્ચથી નવો બ્રિજ બનાવવા  ટેન્ડર બહાર
પડાયુ છે.જેની મુદત પણ હવ આચાર સંહિતાના ઓઠા હેઠળ ૧૫ એપ્રિલથી લંબાવીને ૩૦
એપ્રિલ-૨૪ સુધીની કરવાની તંત્રને ફરજ પડી છે.

વર્ષ-૨૦૧૭માં કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં
આવેલા હાટકેશ્વર બ્રિજને ચાર વર્ષના ટૂંકા ગાળામાં બંધ કરવાની તંત્રને ફરજ પડી
હતી.બાદમાં બ્રિજમાં થતાં સેટલમેન્ટ
,
બ્રિજના રીસ્ટોરેશન તથા બ્રિજની ગુણવત્તા બાબતે વિવિધ લેબોરેટરીમાં કોંક્રીટના
કરવામાં આવેલા અલગ અલગ ટેસ્ટના પૃથ્થકરણ તેમજ બ્રિજની ડીઝાઈનની ફરીથી ચકાસણી માટે
ત્રણ તજજ્ઞાની પેનલની નિમણૂંક કરી રીપોર્ટ આપવા કહેવામાં આવ્યુ હતુ.મહેશ ટંડન
, એમ.ડી.કન્સલ્ટન્ટ
પ્રા.લી.
, દિલ્હી, ગેસ્ટ પ્રોફેસર, આઈ.આઈ.ટી.ગાંધીનગર, સંજય ચીકરમાને, આસિસ્ટન્ટ
પ્રોફેસર
, આઈ.આઈ.ટી.રુરકી તેમજ
ઉમેશ રાજશીરકે
, એમ.ડી.સ્પેકટ્રમ
ટેકનો કનસ્લ્ટન્ટ પ્રા.લી.
,મુંબઈ
દ્વારા ૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનને હાટકેશ્વર બ્રિજ
મામલે રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો.જે દિવસે રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો એ જ
દિવસે મ્યુનિસિપલ કમિશનરે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજના સુપર સ્ટ્રકચરને
કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે તોડીને નવો બનાવવાની જાહેરાત કરી હતી.આ જાહેરાતના
એક વર્ષ બાદ પણ હજુ સુધી નવો હાટકેશ્વર બ્રિજ બનાવવા કોઈ કોન્ટ્રાકટર મળી શકયો
નથી.મ્યુનિ.તંત્ર તરફથી અગાઉ હાટકેશ્વર બ્રિજના રીપેરીંગ માટ બે વખત ે ટેન્ડર
કરવામાં આવ્યુ હતુ.જે ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાકટરે રસ ના બતાવતા રુપિયા બાવન કરોડના
ખર્ચે બ્રિજને તોડીને નવો બનાવવા ટેન્ડર કરવામાં આવેલુ છે.આ અગાઉ બ્રિજની ડીઝાઈન
,બાંધકામ તથા
પ્રોજેકટની કામગીરી અલગ અલગ એજન્સીઓને આપવામાં આવી હતી.આ વખતના ટેન્ડરમાં એક જ
કોન્ટ્રાકટરને દસ વર્ષની ડીફેકટ લાયાબિલીટી સાથે કામ આપવાની શરત  ટેન્ડરમાં કરવામાં આવેલી છે.

હાટકેશ્વર બ્રિજ વિવાદ સાથે જોડાયેલા તથ્ય

૧.બ્રિજનું બાંધકામ નવેમ્બર-૨૦૧૭માં પુરુ
કરાયુ.નવેમ્બર-૨૦૧૮માં ડીફેકટ લાયાબીલીટી પીરીયડ પુરો થઈ ગયો.

૨.વર્ષ-૨૦૧૭માં બ્રિજ વપરાશ માટે ખુલ્લો મુકાયો.ચાર વર્ષથી
ઓછા સમયમાં મુખ્ય ઓબલીગેટરી સ્પાનમાં પાંચ એપ્રિલ-૨૦૨૧ના રોજ  પ્રથમવાર ડેક સ્લેબમાં સેટલમેન્ટ થયું.જેને
માઈક્રો કોંક્રીટથી રીપેર કરવામાં આવ્યુ.

૩.વર્ષ-૨૦૨૧ તથા૨૦૨૨માં ચાર વખત ઓબલીગેટરી સ્પાનમાં ડેક
સેટલમેન્ટ થવા પામ્યુ હતુ.જેનુ સ્થાનિક કન્સલ્ટન્ટની સલાહ મુજબ  માઈક્રો કોંક્રીટ અને એડીશનલ સ્ટીલ સાથે
રીપેરીંગ કરવામાં આવ્યુ હતુ.

૪.૧૯ ઓગસ્ટ-૨૦૨૨માં બીજા બોકસમાં સેટલમેન્ટ થતા સંપૂર્ણ
બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યા બાદ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ
કરવામાં આવ્યો હતો.

૫.પાંચ ફેબુ્આરી-૨૦૨૩ના રોજ આઈ.આઈ.ટી.રુરકીના તજજ્ઞો દ્વારા
બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.બાદમાં આપવામા આવેલા રીપોર્ટમાં કોંક્રીટની
ગુણવત્તા નબળી હોવાનુ કહેવામાં આવ્યુ હતુ.

પેનલ રીપોર્ટ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષનું

૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ તજજ્ઞા પેનલે આપેલા રીપોટમાં કહેવાયા
મુજબ
, આઈ આર સી
પાંચ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યુ છે.પરંતુ આ બ્રિજ ચાર
વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થયેલ છે.આ કારણથી કોન્ટ્રાકટર ટેન્ડર મુજબ એક વર્ષનો
ડીફેકટ લાયાબલીટી પીરીયડ પુરો થયો હોવાનુ ગણાવી છટકવાનો પ્રયાસ કરે છે જે તાંત્રિક
રીતે અયોગ્ય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *