image : Freepik

Jamnagar Theft Case : જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા એક પેટ્રોલ પંપના સંચાલક કે જેઓ પરિવાર સાથે ગોવા ફરવા માટે ગયા હતા, રમિયાન તેમના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી 11 લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા અને શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા (ઉંમર વર્ષ 64) કે, જેઓ જામનગરના આરાધના સોસાયટીમાં રહે છે અને પેટ્રોલ પંપનો વ્યવસાય કરે છે. જેઓ ગત ઓગસ્ટની 26મી તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત ગોવા ફરવા માટે ગયા હતા. ત્યાંથી 31મી તારીખે પરત આવતા પોતાનું ઘર ખોલ્યા પછી કેટલીક સ્પ્રેની બોટલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી, તેથી પોતાના કબાટ ચેક કરતાં તેમાં રાખેલી જુદા-જુદા દરની 11 લાખની ચલણી નોટો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર મામલો સિટી ડી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો. ત્યારબાદ પોલીસએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *