અમદાવાદના રાણીપ પોલીસ મથકના PI સસ્પેન્ડ
ફરજ પર બેદરકારીને લઈ ભગીરથસિંહ ગોહિલને કરાયા સસ્પેન્ડ
ફરિયાદીએ દુકાનને લઈ કરી હતી 3 અરજીઓ

અમદાવાદ પોલીસ કમિશનરે રાણીપ પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર બી.ડી.ગોહીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે,અરજદારે દુકાનને લઈ ત્રણ અરજીઓ કરાઈ હતી તેમ છત્તા કાર્યવાહી ના કરાતા પોલીસ કમિશનરે કડક પગલા ભર્યા છે.અરજીને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતા જેને લઈ અરજદારે પોલીસ કમિશનરને સમગ્ર મામલે જાણ કરી તો પોલીસ કમિશનરે ફરજ પરથી દૂર કર્યા હતા.

ફરિયાદી અને આરોપી વચ્ચે ચાલી રહ્યો છે કોર્ટ કેસ

રાણીપ પોલીસ સ્ટેશનમાં અરજદાર દ્રારા દુકાનને લઈ અરજી કરવામાં આવી હતી,પોલીસ ઈન્સપેકટરને ત્રણ અરજી કરવામાં આવી હતી,પરંતુ એ અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ફરિયાદીને મિલકત બાબતે કોર્ટ કેસ હોવા છત્તા અન્ય વ્યકિત દ્રારા દુકાનમાં નુકસા પહોંચાડવાની ધમકી આપવામા આવી હતી આ બાબતે અરજદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં અરજી કરી પરંતુ અરજીનો કોઈ નિકાલ પણ કરાયો નહી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નહી જેને લઈ અરજદારમાં નારાજગી હતી અને તેમણે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરે કર્યા સસ્પેન્ડ

પોલીસ કમિશનરને મળીને અરજદારે સમગ્ર વાતને લઈ રજૂઆત કરી હતી,પરંતુ પીઆઈના પેટનું પાણી તેમ છત્તા હલ્યું નહી અને તેમણે તેમની મનમાની ચાલુ રાખી હતી,જેથી પોલીસ કમિશનરે અરજદારની વાતને ધ્યાને રાખીને પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. શહેર પોલીસ કમિશનરની આ કાર્યવાહી બાદ શહેર પોલીસ બેડામાં તેમજ અમદાવાદ શહેરના અન્ય પીઆઈઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. રાણીપ વિસ્તારમાં આવેલી એક સંસ્થા અનાજની દુકાનમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવતી હતી કે, મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ ત્રણ-ત્રણ અરજીઓ થવા છતાં પોલીસે કોઈ એક્શન લીધા ન હતા.

અરજીનો નિકાલ કરવો જરૂરી છે

અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અરજદારો પહેલા અરજી આપતા હોય છે અને આ અરજીના આધારે ગુનો નોંધવામાં આવતો હોય છે,ઘણીવાર પોલીસ ઈન્સપેકટરો તેમજ તેમના સ્ટાફ દ્રારા અરજીનો નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે,ત્રીસ દિવસની અંદર તપાસ કરીને અરજીનો નિકાલ કરવાનો હોય છે અને અરજીમાં લાગે તો પોલીસ ગુનો પણ નોંધી શકે છે,પરંતુ ઘણી વાર રૂપિયાના વ્યવહારને કારણે અરજીનો નિકાલ થતો નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *