સુરતમાં નકલી તબીબોની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે.સુરતમાં પાંડસેરા પોલીસે સ્લમ વિસ્તારમાંથી 15 નકલી તબીબોને ઝડપી પાડયાં છે આ તબીબો પાસે કોઈ ડિગ્રી નથી તેમ છત્તા દવાખાનું ખોલી સારવારની હાટડી ચલાવી રહ્યાં હતા અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યાં હતી,કોઈ તબીબ 10 નપાસ તો કોઈ તબીબ 8 નપાસ છે અને લોકોની સારવાર કરી રહ્યાં હતા.પોલીસે આ તમામ લોકોને દબોચીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

સ્લમ વિસ્તારમાં ચલાવતા હતા દવાખાનું

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 8 અને 10 પાસ નપાસ લોકો તબીબ બનીને સારવાર કરતા પોલીસના હાથે ઝડપાયા છે,સ્લમ વિસ્તારમાં દવાખાનું ખોલીને આ તબીબી સારવાર કરી રહ્યાં હતા,પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા વિસ્તારમાંથી 15 ડોકટરો નકલી ઝડપાયા હતા,અગાઉ પણ સુરતમાંથી 16 નકલી તબીબો ઝડપાયા હતા.સુરતમાં હજી પણ ઠેર ઠેર નકલી ડોકટરની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં 20માર્ચ 2024ના રોજ ત્રણ નકલી ડોકટર ઝડપાયા

સુરતમાં નકલી ડોકટર ઝડપવાને લઈ સુરત એસઓજી દ્રારા મુહીમ ચલાવવામાં આવી રહી છે,સુરતના ડીંડોલી વિસ્તારમાં 20 માર્ચ 2024ના રોજ ત્રણ બોગસ ડોકટરો ઝડપી લેવામાં આવ્યા હતા,પોલીસને બાતમી હતી કે,ડોકટરો દ્રારા અલગ-અલગ લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને તે ડોકટરો સર્ટીફાઈડ ડોકટરો નથી જેના લીધે દરોડા પાડવામાં આવ્યા હતા.

સુરત એસઓજી પણ કરી રહી છે ધરપકડ

સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ નકલી ડોકટરો ઝડપાયા છે,અત્યાર સુધી સુરતમાં 100થી વધારે નકલી ડોકટરોને એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ઝડપી પાડયા છે,અગામી સમયમાં પણ સ્લમ વિસ્તારમાં જે લોકો ડોકટર નથી અને લોકોની સારવાર કરી રહ્યાં છે તેવા તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે અને જેલ ભેગા થશે,જે પણ નકલી ડોકટરો આવું કરતા હોય તે પહેલાથી જ દવાખાના બંધ કરી દો,નહીતર જેલમાં જવાનો વારો આવશે એ નક્કી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *