– ચાહકોનો સવાલ, ઐશ્વર્યા ક્યાં છે 

– બહુ લાંબા સમયથી અભિષેક અને ઐશ્વર્યા ક્યાંય સાથે આવતાંજતાં દેખાયાં નથી

મુંબઇ : અભિષેક બચ્ચન તેની માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા  બચ્ચન સાથે મુંબઇના એરપોર્ટ પરે જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને નેટ યૂઝર્સ દ્વારા તરત જ ઐશ્વર્યા ક્યાં છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. 

અભિષેકે એરપોર્ટ પર પાપારાઝીઓને જોતાં જ બે હાથ જોડયા હતા. જ્યારે શ્વેતાએ સ્માઇલ આપ્યુ ંહતું અને જયા બચ્ચન સડસડાટ પોતાની કાર તરફ ગઇ હતી. 

બહુ લાંબા સમયથી અભિષેક અને ઐશ્વર્યા સાથે સાથે જોવા મળ્યાં નથી. ગત જુલાઈમાં એક  પ્રસંગ માં પણ ઐશ્વર્યા બાકીના સમસ્ત બચ્ચન પરિવાર ને છોડીને એકલી જ આવી હતી. ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે ફોટો શૂટમાં પણ હાજર રહી  નહતી. 

ઐશ્વર્યા અને અભિષેક અલગ અલગ રહેતાં હોવાની અટકળો લાંબા સમયથી થાય છે. જોકે, બચ્ચન પરિવારે આ બાબતે સંપૂર્ણ ચૂપકિદી સાધી રાખી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *