જેતપુરના દેરડીધારના રસ્તે બનેલો બનાવ
ત્રણ મહિલા સહિત ૮ સામે ફરિયાદ
આવી છે. ‘તું અને
તારી માઁ વિડીયો ઉતારીને અમને બદનામ કરે છેદ તેવું કહી યુવાન પર ત્રણ મહિલા સહીત ૮
શખ્સોએ હુમલો કરતાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય યુવાન કેતન
ચંદુભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તેઓ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાંના
અરસામાં પોતાની મહિલા મિત્રને મુકવા જતો હતો તે દરમિયાન દેરડીધારના માર્ગે નાથીબેન
વેગડા તથા તેની સાથે રવિ ઉર્ફે ગેંગો અને તુષાર ઉર્ફે ભુરીયો રાજપૂતે મામાદેવના
મંદિરથી આગળ મોટરસાયકલ ઉભું રખાવી ‘તું અને
તારી માઁ અમારા વિડીયો બનાવો છો અને અમને તથા મારા ફઈ શારદાબેન ઉર્ફે કાળીબેન
હમીરભાઈ વેગડાને બદનામ કરો છોદ તેવું કહી બેઝબોલના ધોકા વડે હુમલો કરેલ હતો.
તુષાર ઉર્ફે ભુરીયો અને રવિ ઉર્ફે ગેંગાએ યુવાનને પકડી
રાખ્યો હતો અને નાથીબેનએ બેઝબોલના ધોકા વડે માથાના ભાગે ઇજા પહોંચાડેલ હતી.
ઈજાગ્રસ્ત હાલતમાં યુવાન ગમે તેમ આ ત્રણેય ઈસમોની ચૂંગાલમાંથી છૂટી ગંજપીરની દરગાહ
બાજુ દોડી જતાં ત્યાં અગાઉથી હાજર રહેલ રેખાબેન ઉર્ફે ઢફૂ લલિતભાઈ વેગડા અને તેની
બહેન કાજલ તથા કાજલ અને શાહરુખ તરખેશા કાર પાસે ઉભા હતા. ત્રણે લોકોએ યુવાનને પકડી
રાખ્યો હતો અને ઢફૂએ બેઝબોઝના ધોકા વડે ઘા
માર્યા હતા. તેમજ કાજલે લાકડાના ધોકા વડે ઘા ફટકાર્યા હતા. આરોપીઓએ માર મારતા
યુવાન જમીન પર ઢળી પડયો હતો. જે બાદ રબારીકાનો ભાભલુ બુલેટ લઈને આવ્યો હતો અને
બુલેટના આગળના ટાયરથી વાસાના ભાગે ભટકાડી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ રેખા ઉર્ફે
ઢફુંએ કોઈક નંબર પર ફોન કરી કહ્યું હતું કે,
‘કાળીફુઈ અમે કેન્યાને માર મારીને તોડી નાખેલ છે પણ તેની માઁ આવેલ નથી. બીજી
વાર કેન્યાની માઁને જોઈ લેશું‘.
જે બાદ આ શખ્સો સ્થળ પરથી નાસી જતાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ૧૦૮ મારફત જેતપુર
તથા બાદમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. મામલામાં પોલીસે કુલ ૮ શખ્સો વિરુદ્ધ
ગુન્હો નોંધી તપાસ આદરી છે.