સૌથી વધુ રાજકોટ બેઠકમાં ૨૨૦૬૫૩ મતદારો વધ્યા

૧૮મી લોકસભાની ચૂંટણીમાં ૮ બેઠકોમાં ૧૫૦૭૨૪૭૫ મતદારો મતદાન
કરી શકશેઃ ગત ચૂંટણી વખતે હતા ૧૩૮૨૯૦૫૫ મતદારો

રાજકોટ :  ૧૮મી લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ગયું છે. રાજ્યમાં
લગભગ તમામ બેઠકો માટે મુખ્ય પક્ષોના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ફોર્મ ભરાવાના
શરૃ થઇ ગયા છે. તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. લોકસભાની આ વખતની
ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોના 
ઉમેદવારોનું ભાવિ ૧૫૦૭૨૪૭૫ મતદારો નક્કી કરશે. ગત લોકસભાની ચૂંટણીમાં ૮
બેઠકોમાં ૧૩૮૨૯૦૫૫ મતદારો હતા. આ વખતની ચૂંટણીમાં ૧૨૪૩૪૨૦ મતદારોનો વધારો થયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની ૮ બેઠકો પૈકી આ વખતે સૌથી વધુ મતદારો
રાજકોટ બેઠકમાં ૨૧૦૪૫૧૯ મતદારો નોંધાયા છે. રાજકોટ બેઠકમાં ટંકારા
, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ રૃરલ તથા જસદણ
વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં કુલ ૧૮૮૩૮૬૬ મતદારો નોંધાયા હતા. તેમાં
આ વખતે ૨૨૦૬૫૩ મતદારોનો વધારો થયો છે.

રાજકોટ બાદ દ્વિતિય ક્રમે કચ્છ બેઠકમાં મતદારોનો વધારો થયો
છે. કચ્છમાં આ ચૂંટણીમાં ૧૯૩૫૩૩૮ મતદારો છે. ગત ચૂંટણીમાં ૧૭૪૩૮૨૫ મતદારો હતા. આમ
૧૯૧૫૧૩ મતદારો વધ્યા છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર બેઠકમાં ૧૭૮૩૭૪ મતદારો વધ્યા
છે. આ વખતે ૨૦૨૬૨૫૨ મતદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં ૧૮૪૭૮૭૮ મતદારો હતા.

ચોથા ક્રમે જામનગર બેઠકમાં ૧૫૭૯૦૭ મતદારો વધ્યા છે. આ
ચૂંટણીમાં ૧૮૧૩૯૧૩ મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં ૧૬૫૬૦૦૬ મતદારો હતા. મતદારોની
સંખ્યા વધારામાં પાંચમાં ક્રમે જૂનાગઢ બેઠક છે. તેમાં ૧૪૮૦૯૩ મતદારો વધ્યા છે. આ
ચૂંટણીમાં ૧૭૮૯૬૨૧ મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં ૧૬૪૧૫૨૮ મતદારો નોંધાયા હતા.

મતદારોમાં વધારાની દ્રષ્ટિએ ભાવનગર બેઠક છઠ્ઠા ક્રમે છે. આ
બેઠકમાં ૧૪૨૧૫૦ મતદારો વધ્યા છે. આ વખતે ૧૯૦૯૧૯૦ મતદારો છે. ગત ચૂંટણીમાં ૧૭૬૭૦૪૦
મતદારો હતા. ૭મા ક્રમે અમરેલી બેઠકમાં ૧૦૩૦૬૦ મતદારો વધ્યા છે. આ વખતે ૧૭૩૧૦૪૦
મતદારો છે. ગત ચૂંટણીમાં ૧૬૨૭૯૮૦ મતદારો હતા. જ્યારે ૮ બેઠકમાં સૌથી ઓછો મતદાર
વધારો પોરબંદર બેઠક પર થયો છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં ૧૦૧૬૭૦
મતદારો વધ્યા છે. પોરબંદર બેઠકમાં આ ચૂંટણીમાં ૧૭૬૨૬૦૨ મતદારો નોંધાયા છે. જ્યારે
ગત ચૂંટણી એટલે કે વર્ષ-૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૬૬૦૯૩૨ મતદારો નોંધાયા હતા.


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *