બપોરના બે વાગ્યા સુધી ભારે ગરમી બાદ હવામાન પલટો

હળવદના રણકાંઠા વિસ્તારમાં ધૂળની આંધી ઉઠતાં વાહનો થંભી ગયાઃ વિસાવદરધારીના ગીર વિસ્તારનાં ગામડાંઓમાં રસ્તે પાણી વહેવા લાગ્યાંકેરીના પાકને નુકસાનની ભીતિ

 રાજકોટ :  આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં
અચાનક પલટો આવતાં મોરબી
, હળવદ, ખંભાળિયા, ભાણવડ, ધારી ,ખાંભા, વિસાવદર સહીતના
વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો
, જેમાં ગીર
વિસ્તારના કેટલાક ગામડાના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. કમોસમી વરસાદના કારણે
કેરીના પાકને અસર થવાની શક્યતાઓ વ્યકત થઈ રહી છે. તા.૧૫ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર
, ગીરસોમનાથ, અમરેલી, કચ્છ ઉપરાંત
દીવમાં તેમજ ગુજરાત રીજીયનના બનાસકાંઠા
,
ભરૃચ, સુરત
જિલ્લામાં હળવા ભારે ઝાપટા વરસવાની શક્યતા વ્યકત કરાઈ છે..

આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ચાળીસ
ડીગ્રીની આસપાસ ગરમી પડી હતી. બાકીના વિસ્તારો અને દરિયાઈ વિસ્તારોમાં ચાળીસ
ડીગ્રીથી નીચે તાપમાન રહ્યું હતુ. બપોરના બે વાગ્યા સુધી ભારે ગરમી મહેસુસ થઈ હતી
એ પછી અચાનક વાદળછાયું વાતાવરણ થવા લાગ્યું હતુ અને ધૂપછાંવ સ્થિતિ થઈ હતી. આની વચ્ચે  જુદા જુદા મથકોમાં લોકલ સીસ્ટમ ડેવલપ થવાના
કારણે ઝાપટાઓ પડયા હતા. વિસાવદર પંથકમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો.બપોર
બાદ ભારે પવન સાથે માવઠાનો હળવો ભારે વરસાદ વરસ્યો હતો. વિસાવદર તાલુકાના કનકાઈ
તરફના જંગલ વિસ્તારમાં જાંબુડી
,સત્તાધાર
દુધાળા
, રામપરા, માણંદીયા, રાજપરા સહિતના
ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં
વીજળીના કડાકા ભડાકાં સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.ધારી
પંથકમાં આજે સતત બીજા દિવસે હવામાન પલટો જોવા મળ્યો હતો. ધારી ગીરના તરસિંગડા
, ગઢિયા,ચાવંડ, દલીનેસ, દલખાણીયા, રાજસ્થળી, પાતળા, પાણીયા, મીઠાપુર ગામમાં
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને તરસિંગડા અને રાજસ્થળીમાં
ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગીર પંથકના ગામડાઓના રસ્તાઓમાં પાણી વહેવા
લાગ્યું હતું. ધારી પંથકમાં આંબાનું મોટા પાયે વાવેતર છે. એને નુકસાન થવાની શક્યતા
જોવાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટા છવાયા ઝાપટાથી ભારે વરસાદ
વરસ્યાના વાવડ મળી રહ્યા છે. ખંભાળિયા અને ભાણવડમાં મોટી ખોખરી
, ભાણખોખરી, સહીતના ગામોમાં
બપોરે કમોસમી વરસાદના ઝાપટાં વરસ્યા હતા. આશરે ત્રણે ક વાગ્યે ભાણવડ તાલુકાના પણ
વાતાવરણ પલટાયું હતુ. તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ વરસતા ગામના રસ્તાઓમાં
પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે થોડીવાર ભય પ્રસરી ગયો હતો. જો કે વરસાદના
કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાણવડ 
તાલુકાના મોટી ગોપ ગામમાં ઝાપટા વરસ્યાના અહેવાલો મળ્યા છે.

મોરબી પંથકમાં આજે બપોરે શહેરમાં વરસાદી ઝાપટું વરસી ગયું
હતું. સામાકાંઠાના સો ઓરડી વિસ્તાર
,નાની
બજાર
, શનાળા
રોડ
, સાવસર
પ્લોટ સહીતના વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કેદારિયા
માથક
, વેગડવા, માલણીયાદ, સહિતના ગ્રામ્ય
પંથકમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આજે હવામાન પલટો આવવાની સાથે જ રણકાંઠા
વિસ્તારમાં ધુળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે રણ વિસ્તારમાં વાહનો થંભી ગયા હતા.
ધુળની ડમરીના કારણે અગરિયાઓ ચિંતામાં મુકાયા હતા. હળવદ શહેરમાં બપોરે હળવું ઝાપટું
વરસ્યું હતું.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *